SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ આ નિયમને અપવાદરૂપ નથી. ઉલટું અન્ય કોઈ પણ કવિના કરતાં તેમનામાં સમયની સજજડ છાપ પડેલી છે. મનુષ્યની છાયા દર્પણમાં જેટલી સુસ્પષ્ટ પડે તેટલી જ સ્પષ્ટ છાયા તેમના સાહિત્યદર્પણમાં સમયની પડી છે. અંગ્રેજી સંસ્કૃતિની અસરથી જૂના આદર્શો ફેરવાતા જતા હતા. સામાજિક રુઢિઓમાં કાંતિનું ચક્ર જેસબંધ માગ કરતું હતું. ધાર્મિક મંતવ્યો બુદ્ધિની કસોટીએ કસાવા લાગ્યાં હતા. વિજ્ઞાને અજાયબ જે પલટો કરી નાખ્યો હતો, અને દિનપરદન નવી શોધો મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતી હતી. રાજકીય ક્ષેત્રમાં સ્વદે. શીય હીલચાલ જોર પર જતી હતી. મહાયુધે હિન્દીઓમાં ચેતન આપ્યું હતું, અને બ્રિટિશ સલતનતને મહાયુદ્ધમાં પૂર્ણ મદદ કરવા બાદ હિંદુસ્તાનને સ્વતંત્રતાનો અંશ પણ આપવામાં ન આવ્યો ત્યારે મહાત્મા ગાંધીજીની આગેવાની નીચે અસહકારનું આંદોલન દેશ પર ફરી વળ્યું હતું. આ સર્વ બાબતનું પ્રતિબિંબ શ્રીમનાં કાવ્યોમાં અને સાહિત્યમાં યથાસ્થિત પડયું છે. જે સમાજમાં શ્રીમદ્ ઊછર્યા છે તે સમાજના ચિત્રોની પણ તેમના લખાણમાં ખોટ નથી. સ્થળે સ્થળે સામાજિક દોષો પર તેમણે ફટકા લગાવ્યા છે. હિંદુસ્તાનની હાલની નિર્માલ્યતા તેમને સાલી છે, અને તેને દૂર કરવા જ્યાં બન્યું ત્યાં ઉપદેશ આપવા તેઓ ચૂક્યા નથી. અલબત્ત, જે જાત કે શૈલીનું સામાજિક ચિત્ર આપણે નાટક કે નવલ કથામાં જોઈએ છીએ તે જાત વા શિલીનું ચિત્ર તેમનામાંથી નહિ મળે; પણ સમાજના આદર્શો, સમાજની ભાવનાઓ, સમાજનાં સ્ત્રી-પુરુષ વગેરેનું સુંદર વગીકરણ તેમના લખાણમાંથી નીકળી આવે છે એ નિ શંક છે. શ્રીમદ્દ સમયનું અને સમાજનું પ્રતિબિંબ ઝીલી પિતા પર થએલી તેની અસર વ્યક્ત તો કરે છે, પણ તેઓ તેના ગુલામ નથી બન્યા. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પોતાના જમાનાથી હંમેશાં આગળ હતા. સમાજની રૂઢ પ્રણાલીમાં ન ચાલે પાડી તેને આગળ દોરવા તેઓ મથતા. આથી સમાજમાં રહ્યા છતાં સમાજથી તેઓ પર હતા, સામાજિક ચિત્રો સત્ય સ્વરૂપે દોરી તેમાં જે હાનિકારક તત્ત્વો હોય તે બતાવી તેને દૂર કરવા તેમણે નવા રસ્તા બતાવ્યા. સમાજની છાપ ઝીલતાં છતાં પિતાનું સ્વાતંત્ર અને વ્યક્તિત્વ તેમણે જાળવી રાખ્યું છે. અંદર રહેવા છતાં મહાપુરુષે સમાજથી આગળ હોય છે. તેના વિચારો ગ્રહણ કરવા છતાં નવા વિચારો દાખલ કરે છે. તેના આદર્શોમાં રમવા છતાં નવા આદર્શો ઘડે છે. તેમણે જેમ સમાજમાંથી પ્રેરણા લીધી છે, તેમ સમાજને પ્રેરણા આપી છે. ગુર્જર સમાજ અને હિંદી રાષ્ટ્રિયતાનાં જે તેનું તેમણે અવલંબન લીધું છે તે જ તને પોતાની પ્રતિભા પ્રભુતા અને વ્યક્તિત્વથી શ્રીમદે પોષણ આપ્યું. દાખલા તરીકે તેમના સંભળાતા રાષ્ટ્રભાવનાના પડઘા સમયના પ્રતિબિંબ રૂપે છે. તેમના સમકાલીન કવિઓમાં પણ આ સૂર સંભળાય છે. સ્વરાજ્ય માટે થએલી જબરદસ્ત હી ચાલનું આ પરિણામ છે; પણ તે જ ભાવનાને સમૃદ્ધ કરે તેવા આદર્શો ખડા કરી તેમણે પોતાના વ્યક્તિત્વનું અને મૌલિકતાનું દર્શન કરાવ્યું છે. રાષ્ટ્રજીવનમાં ભરતી-ઓટ આવે છે, ઉત્સાહ અને નિરાશાના પ્રસંગે આવે છે, શ્રધ્ધા અને ભાવનાઓમાં પૂર આવે છે ને ઓસરી જાય છે. અસ્થિરતા ને સ્થિરતાનાં પાણી ચઢે-ઊતરે છે. આ બધું ઈછા અનિચ્છાએ પણ સાહિત્યમાં દાખલ થાય છે. સમાજના જટિલ પ્રશ્નોની ચર્ચાએ, વાદવિવાદો, પક્ષકારો અને ઉછેદકોની તકરારે, આ બધું સાહિ. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy