SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૪૦ ભાવ હશે થાશે સહુ, વા કર્મ જેવું તે થશે, બોલો નહિ ઢીલાં વચન, ઉદ્યમ થકી આગળ વધો. શકિત રઝુરાવી હદય માંહી, પ્રેમથી આગળ ચલો, ઉદ્યમ કરો નિશ્ચય થકી, વરમાળ સિધિની વરો. (કા. સં.ભા.) કાલે થશે પછીથી થશે, એ વાત દૂર રાખશે, આજે કરો અધુના કરો, એ વાત દિલમાં ધારશે. (કા. સં. ભા. ૭) અબળાઓ પર જુમ કરો નહિ, સંતાપે નહિ અબળા જાત, અબળાઓને દુ:ખ દેતાં, દેશ કેમ પડતી સાક્ષાત. ( કડકાવલિ) જેટલાં અવતરણ ટાંકવાં હોય તેટલાં ટાંકી શકાય, પણ ઉપર્યુકત દાખલાઓ પરથી શ્રીમદ્દની ઉપદેશ શૈલી, પ્રૌઢ વિચારો, સુંદર ભાષાતત્ત્વ અને મધુરાં ગુંજનનો ખ્યાલ સ્પષ્ટ રીતે આપણને આવે છે. - કાવ્યચર્ચાને ઉપસંહાર કરતાં પહેલાં શ્રીમદ્દનાં ઉપર્યુકત સર્વ પ્રકારનાં કાવ્યોમાં સામાન્યતઃ દષ્ટિગોચર થતાં કેટલાંક તત્ત્વનું અન્વેષણ કરી લઈએ. (૬) શ્રીમની કવિતાનાં સામાન્ય તત્ત (૧) પ્રથમ તો તેમનાં સર્વ કાવ્યોમાં તેમની આત્મછાયા સ્પષ્ટ રીતે પડેલી જોઈ શકાય છે. એક મહાન પુરુષ તરીકે તેમના વિચાર, વાણી અને વર્તનમાં જે સમાનતા હતી તે સર્વા શે તેમના લખાણમાં પ્રતિબિંબિત થયેલી છે. તેમના વિચારે, લાગણીઓ અને ઊમિઓ નિખાલસપણે વ્યકત થએલ છે. તેમને કાંઈ પણ ગુપ્ત વા છુપાવવાનું નથી. શુદ્ધ અંતઃકરણે સઘળું રજુ કરવામાં જ તેઓ સમજ્યા છે. આથી ઘણા કવિઓમાં જે ગૂઢતા (mysticism ) હોય છે તે તેમનામાં નથી. અલબત્ત, આવી ગૂઢતા ઘણી વખત સ્વાભાવિક હોય છે, તે કેટલીક વખત અવળે માર્ગે દોરનારી અને અસ્પષ્ટતાની પિષક હેવાથી દોષઢાંકણ રૂપે વપરાઈ હોય છે. શ્રીમદ્દ વિષે તેમના સાહિત્યપરથી અનુમાન બાંધતાં આ દોષ આવવાને સંભવ નથી. તેમના વિચારો વા તેમની ભાવનાએ જે કહે તે સ્પષ્ટ ને સુરેખ રીતે તેમના લખા માં આબાદ પડેલી છે | (૨) શ્રીમનાં કાવ્યો પરથી તેમના વાચનબાહુલ્યની આપણને પ્રતીતિ થાય છે. “કકકાવલિ સુબોધ જે તેમને ગ્રંથ જોઈએ તો જાણે માટે જ્ઞાનકોષ ન હોય એમ લાગે છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy