SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમનાં ઊર્મિગીતે ગુજરાતી સાહિત્યમાં ઘણું ઊંચું સ્થાન લે તેવાં છે, તેમાં ચીતરાયેલી ભાવનાએ પ્રૌઢ અને ગંભીર છતાં મસ્તી ભરેલી છે. ભાષાપ્રભુત્વ ઊચા પ્રકારનું હવા સાથે વિચારોને વ્યક્ત કરવાની શૈલી મનોરંજક છે. સાથે સાથે સરળતા પણ તેટલી જ છે. મનુષ્યહદયના કોમળમાં કમળ અને મૃદુમાં મૃદુ ભાવો તેમ જ જીવનના મહાન પ્રશ્નોના નિરુપણુમાં તેમણે અજબ કૌશલ્ય બતાવ્યું છે. કાવ્યકલા છટાપૂર્વક વેગથી પિતાનો માર્ગ કરી રહી છે. અંતરના આવેગો સ્વયમેવ બહાર પડે છે. ન યત્નની જરૂર ન અટકવાની જરૂર. માધુર્ય અને પ્રસાદ આ કાવ્યોમાંથી નીતર્યા કરે છે. કઠિન વિષય પણ શ્રીમદુના હાથમાં આવતાં વકતા છેડી નમ્રતા ધારણ કરે છે. તેમનાં ઊર્મિગીતે દૂરદૂરના ભવિષ્યમાં પણ સ્વયં જ્યોતિ પ્રસારી શ્રીમન્ને અમરતા અક્ષશે. (અ) સૃષ્ટિસૌંદર્યનાં કાવ્યો શ્રીમનાં ઊર્મિગીતોમાં સુષ્ટિસૌંદર્યનાં કાવ્યો મુખ્ય છે. કુદરતી વાતાવરણમાં ઉછરેલા હોવાથી નદીપ્રદેશ, આઘાં, કોતર, વૃક્ષરાજિ, વિશાળ નભપ્રદેશ જેવાં રમણીય સ્થાને તેમને ખૂબ પ્રિય હતાં. પ્રૌઢાવસ્થામાં પણ ધ્યાન માટે આવા એકાંત કુદરતી પ્રદેશને શોધી કાઢી અવકતા, ત્યાં કલાકોના કલાક સુધી તેઓ આસન લગાવતાધ્યાનસ્ત બનતા અને અંતરમાં ઊંડે ઊંડે ઊતરી પડતા. આ કારણે તેમનાં કાવ્યોમાં કુદરતનું વર્ણન અસરકારક રીતે કરેલું અવબોધાય છે. “સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય”ની ઉત્પત્તિ આ નિસર્ગિક પ્રેમને જ આભારી છે. તેઓશ્રી કહેતા કે –“કુદરત મનુષ્યને મોટામાં મોટો શિક્ષક છે. કુદરતી દશ્યમાંથી જેટલું જ્ઞાન લેવું હોય તેટલું લઈ શકાય છે.” રાજવી કવિ કલાપિ-કુદરતના પાકા પૂજારી પણ કુદરતના ખોળે ખેલવામાં જ જીવન સાર્થક સમજતા, ને કુદરતના ભવ્ય ખજાનાને વર્ણવતાં ગાઈ ગયા છે કે – ઝુલંતા વક્ષેથી અમરસનાં બિદું કરશે, અને દૈવી વાતો ચકલી મૃગલી ત્યાં કહી જશે, કુમારી કન્યા એ કુદરત તને ત્યાં પરણશે, અને બંને વચ્ચે રુચિર કિરણો કૈક વહશે. | (કલાપી.) આ જ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમ જ દૃષ્ટાંતથી સાબિત કરવા કુદરતના એક અંશરૂપ સાબરમતીમાંથી જ કેટલાક ગુણે ગ્રહણ કરી શકાય છે તે બતાવવા આ કાવ્ય શ્રીમદે રચ્યું. તેની એક એક સ્થિતિમાંથી તેઓ ઉત્તમ ઉપદેશ તારવી કાઢે છે. કુદરતના અખૂટ ખજાનામાં સેંકડો શાસ્ત્રો પણ ન આપી શકે તેટલે ઉપદેશ ભર્યો છે, એમ તેઓએ આ રીતે બતાવી આપ્યું છે. જઓ નદીના ભરતીઓટ ઉપરથી ચડતી પડતી વિષે – દહાડા ન સરખા કેઈના વહેતા જતા આ વિશ્વમાં, ચઢતીજ ત્યાં પડતી થતી, પતી જ ત્યાં ચઢતી થતી: For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy