SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિત્તા - તેનું આશ્ચિત કવિમંડળ, અને વિસલદેવની રાજસભાનાં ઐતિહાસિક વર્ણનો વિચારતાં સિધ્ધરાજ ને કુમારપાળની માફક વીર ધવળ અને વિસલદેવના કાળમાં પણ સરસ્વતીનો પ્રવાહ અખલિત વહેતો હતો એમ જણાય છે. (કે. બી. દવે) આ પછીના કાળમાં એ પ્રવાહ વહેતો જ રહ્યો છે. એમાંથી ગુજર સંસ્કૃતિ અને સાહિત્ય કલા અને કાવ્યનો પ્રવાહ ગુર્જર કવિકવિદોએ વહાવચે જ રાખ્યો છે. ગુજરીનાં અર્ચનપૂજનના ઘેલા મસ્ત અવધૂત પ્રકટતા જ રહ્યા છે. ભક્તિ, વૈરાગ્ય, આધ્યાત્મતત્વચિંતન, ગારરસનાં કાગ્ય આલેખનપુ દ્વારા ગુજરી પૂજારી જ આવી છે. શ્રી આનંદઘન, યશવિજય, દેવચંદ્ર, ધનંજય, ધનપાલ, વાગભટ્ટ, કબીર, સૂરદાસ, નરસિંહ, દયારામ, અખો, ધીરે, પ્રીતમ, નવલ, શામળ, ગંગ ચંદથી લઈ નર્મદ પ્રેમાનંદ અને ઠેઠ આજ ન્હાનાલાલ, ખબરદાર સુધી અને લલિત–મેઘાણી સુધીના ગુર્જરી ભકતોએ એ પવિત્ર પૂજા અતિ મધુર આંતરભક્તિભાવ પુ વડે ચાલુ રાખી છે. - આ નાનકડા નિબંધમાં એવા જ એક સમર્થ શાસ્ત્રવિશારદ અષ્ટાંગયોગ અધ્યાત્મજ્ઞાનમંડિત સત્કવિ અને પંડિત પ્રવરે આજની આર્ય સંસ્કૃતિના ઘડતરમાં જે ફાળો આપ્યો છે, ગુર્જરી પૂજનમાં જે સ્વાર્પણ-સર્વાર્પણ કર્યું છે તેની કથા લેખીશું. लौकिकानां हि साधुनामर्थ वागनुवतुते । ऋषीणां पुनराद्यानां वाचनीऽनुधावति ।। ભાવાર્થ-સામાન્ય સત્પની વાણી અને અનુસરતી હોય છે, જયારે પરમગષિવરની વાણી પ્રમાણે અર્થ અનુસરે છે. શ્રી બુદ્ધિસાગરજીની સાહિત્યપ્રતિમા તેમની આત્મપ્રતિમાના જેટલી જ ભવ્ય છે. જે આધ્યાત્મિક અને યોગી જીવન તેઓ જીવ્યા તેના સહજ પડદા રૂપે જ તેમના સાહિત્યનો ઉદ્ભવ થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે મહાન લયની સિદ્ધિને માટે તેઓએ સમસ્ત જીવન સમપ્યું, તે લક્ષ્યના સંદેશાથે જ તેમના સાહિત્યનું નિર્માણ થયું છે. આ કારણે જ સાહિત્ય જીવનનું પ્રતિબિંબ છે એ સૂત્ર ઘણાની બાબતમાં અપાંશે વા અપેક્ષાએ સત્ય હોય છે, ત્યારે શ્રી બુદ્ધિસાગરજીની બાબતમાં સર્જાશે સત્ય ઠર્યું છે. ઘણાની વિચારસૃષ્ટિ અને કાર્યરષ્ટિમાં મોટો ભેદ હોવાથી સાહિત્યમાં પ્રત્યક્ષ થતાં અને તેમના ખરા જીવનમાં વિસંવાદિત્ય દગોચર થાય છે. સાહિત્ય એટલે જીવન, અને જીવન એટલે સાહિત્ય. આ અદ્વૈતવાદ અને અભેદભાવની સ્થાપના આવાઓની બાબતમાં ન જ થઈ શકે. વિચાર વાણી અને વર્તનની જે એકતા સાધી શક્યા છે, જેના માનસિક અને કાયિક જીવનમાં દ્વિધાભાવનો અંશ પણ નથી, જેના આદર્શ અને ચારિત્ર સરખી ગતિએ પ્રયાણ કરી રહ્યાં છે, જેનાં કલ્પના અને કાર્ય અભિન્નપણે સાથે જ વહ્યાં જાય છે, તેના સાહિત્ય અને જીવનમાં અભેદપણું અને એકરૂપતા હોય છે, અને આ મહાન્ ગુણને લીધે જ શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું સાહિત્ય જનતાના હૃદયપટ ભેદવાને સમર્થ નીવડયું છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy