SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ શ્રીમદ્ભ સાહિત્યસર્જન [ શ્રી. પાદરા૨] પ્રસ્તાવ --~ દરેક દેશ, પ્રજા, ભાષા કે સાહિત્યને પોતપોતાની સંસ્કૃતિ હોય છે, અને એ સંસ્કૃ• તિના ઘડતરમાં ત્યાંની પ્રત્યેક વ્યકિતનો થોડો ઘણે ફાળે અવશ્ય હોય છે. તે બધામાં ધર્મોનો સૌથી વધુ મહત્ત્વનો હિસ્સો હોય છે. - આર્યાવર્તને આંગણે જે સંસ્કૃતિ ફળીફાલી છે, તેના ઘડતરમાં અનેક પ્રજા ધર્મો -વ્યકિતઓએ યથામતિ-યથાશકિત પોતપોતાની કલા અને કુશળતા અજમાવ્યાં છે. વેદવ્યાસ, વાલ્મીકિ, હેમચંદ્ર, કે રવીન્દ્ર જેવા કવિરાજે એ તેને પોતાની કલ્પનાપીથી દ્વારા વિવિધ રંગે રંગીને સુશોભિત કરી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા પરમ આત્માઓએ કે ગાંધીજી જેવા મહાત્માઓએ પિતપોતાની વિશિષ્ટ શક્તિદ્વારા તેને સર્વાંગસુંદર બનાવેલ છે. પાણિની, પતંજલિ, કણાદ, કપિલ, યાજ્ઞવલ્કય, મનુ કે ભદ્રબાહુ જેવાઓએ સંસ્કૃતિના વૃક્ષને જલસિંચન કર્યું છે. સિદ્ધસેન, સમતભદ્ર, શંકરાચાર્ય, કુમારિ, નાગાર્જુન કે હરિભદ્ર જેવાઓએ તેને પિતાની વિલક્ષણ તાર્કિક બુદ્ધિની એરણ પર ચઢાવીને કસી જોઈ છે; અશોક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન કે કુમારપાળ જેવા ચક્રવતી સમા રાજાઓએ તેને ફેલાવી છે; તુલસીદાસ કે તુકારામ, કબીર કે મીરાં, આનંદઘનજી કે યશોવિજયજી, રાજચંદ્રજી કે રામકૃષ્ણ જેવા સંત હૃદયોએ તેને સંસ્કારીને સમૃદ્ધ કરેલ છે. દ્રાવિડી પ્રજા, આર્ય પ્રજા, હૂણ, શક કે મુસ્લીમ પ્રજાઓએ તેને પોતપોતાની અસર દ્વારા ઓપ આપેલ છે તથા તેને પોતાની બનાવવા કેશિશ પણ કરેલ છે. આર્યાવર્તના આદિ કવિથી તે કવિ સમ્રાટ કાલીદાસ અને આજ સુધીના કવિઓએ તેને મુક્ત કંઠે ગાઈ છે, એટલું જ નહિ પણ નિત્યનૃતન ક૬૫ I દ્વારા તેને શણગારતા રહ્યા છે. એ રીતે પોતાનું અર્થ તેને ચરણે ધરેલ છે. આમ સંસ્કૃતિના ઘડતરમાં–તેના પિષણમાં-વિકાસ-વિસ્તારમાં તથા તેને સદૈવ લાવણ્યમયી રાખવામાં આર્યાવર્તના પ્રત્યેક પ્રાણને હીસ્સો જણાઈ આવે છે. આર્ય આદર્શ— - સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે તે સર્વ શિષ્ટ અને સંસ્કારી વિચારને અપનાવી પોતાના કરી લે છે, અને પોતાની ગોદમાં સૂનાર સૌને તેવા બનાવવાની કોશિશ કરે છે. વિવિધ વૃત્તિ અને વ્યવસાયનાં માણસોને પણ તે એક સૂત્રમાં નાથે છે. સૌને માટે તે આદશરૂપ રહે છે. એ આદશને જાણવો હોય તો આપણે જીવનના વિવિધ ક્ષેત્રે વિચરી રહેલા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy