SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય હો એ મૃત્યુ! ધન્ય છે એ જીવન ! ૩૬૯ દેશદેશ તાર તથા ટપાલદ્વારા વીજળીના વેગે આ અતિ ખેદભર્યા સમાચાર પહોંચાડવામાં આવ્યા. ગુરુશ્રીની પાલખી તૈયાર થવા લાગી, જેમાં કિંમતી વસ્ત્રો તથા વસ્તુઓ વાપરવામાં આવી હતી. અગર, કપૂર, કેશર, કરતૂરી, અને સુગંધિત ચીજોનો મોટો જથ્થો એકદમ ભેગે કરવામાં આવ્યો હતો. ગામમાં બે દિવસની ભારે હડતાલ પાડવામાં આવી હતી. પશુપક્ષીઓને ઘાસ-દાણ અને ગરીબોને ભેજન વગેરેની ગોઠવણ થઈ હતી. બપોરની ટ્રેનમાં શેઠાણી ગંગાબાઈ શેઠ દલપતભાઈ ભગુભાઈની વિધવા, શેઠ મણિભાઈ દલપતભાઈ શેઠ ણીચંદ સૂરચંદ, ઝવેરી કેશવલાલ લલુભાઈ રાયજી તથા રાત્રે વીરચંદભાઈ ભગત, શકરચંદ હીરાચંદ, ભોળાભાઈ વિમલભાઈ તથા બીજે દિવસે સવારે મુંબઈથી શેઠ જીવણચંદ ધરમચંદ, અમથાલાલ ભાંખરીઆ વિગેરે અસંખ્ય માણસો આવી પહોંચ્યા હતા. - “ બપોરની તથા રાતની ટ્રેનમાં હજારો માણસો આવી પહોંચ્યા હતા. રાતના સમગ્ર સમાજ વિઘાશાળાના બહારના ભાગમાં એકત્ર થયો હતો, જેમાં પ્રસંગને યોગ્ય આચાર્યશ્રી અજીતસાગરસૂરિએ બોધ આપી મમ ગુરુશ્રીની ઓળખાણ સાથે વીજાપુરના ઉપર તેમનો અપ્રતિમ પ્રેમ તથા ઉપકાર કહી સંભળાવીને તેમના સ્મારક માટે આપણે કાંઈ કરવું જોઈએ વગેરે કહ્યું હતું. તે જ વખતે ગુશ્રીની અંતિમ ક્રિયાના કાર્યોના ચડાવા થયા હતા, જેમાં ગુરુશ્રીને પાલખીમાં પધરાવવાનો ચડાવો થતાં રૂ. ૨૦૧ મહુડીવાળા શેઠ કાળીદાસ માનચંદ બેલ્યા હતા. દેગડી ઉંચકવા માટે પાટણવાળા શેઠ પુનમચંદ ચુનીલાલ રૂ. ૫૨૫ ભવ્ય હતા, તથા અગ્નિસંસ્કાર કરવાના વિજાપુરવાળા શેઠ મોતીલાલ નાનચંદ રૂ. ૧૦૦૧ બોલ્યા હતા. તથા પાલખી ઊંચકવા, ધૂપ કરવા, વાસક્ષેપ પૂજા વગેરેના જુદા જુદા મળીને કુલ રૂ. ૪૬ ૩૧ તે વખતે ઉપજ્યા હતા. - “ત્રીજની રાત્રી ભકતજનોની મંડળીઓએ ભજનો ગાવામાં અને ગુરુભકિતમાં વ્યતીત કરી. તે રાત્રીમાં જુદી જુદી વ્યકિતઓએ જુદી જુદી રીતે ગુરુશ્રીના અનેક ચમત્કારો જોયા, એમ જનો દ્વારા સાંભળ્યું, અને અનુભવ્યું છે. વહાણું વાતાં ભારે લેકમેદની જામવા લાગી. તે વખતે બહારગામ અને ગામના મળીને આશરે દશ હજાર માણસોની મેદની ભેગી થઈ હતી. તે વખતનો દેખાવ એક નોંધ લેવા જેવો થયો હતો, જેમાં તમામ જ્ઞાતિઓએ ભાગ લીધો હતો. - “આ પ્રસંગે મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, પાદરા, પાટણ, પાલણપુર, મહેસાણા, સાણંદ, ગોધાવી, પેથાપુર, માણસા, મહુડી, આજેલ, રીદરોલ, પુંધરા, લેદરા, લાડોલ, ગવાડા, પામોલ, ગેરીતા, ઉનાવા, વરસડા, સંઘપુર, કોરવડા, વીસનગર, પ્રાંતીજ, પેઢામલી, ઇલોલ, આગલોડ વગેરે સંખ્યાબંધ શહેરાના તથા ગામોના માણસોએ હાજરી આપી હતી અને ગુરુભકિતનો લાભ લીધો હતો. “ સ્વર્ગગમનના લગભગ ૪૦૦-૫૦૦ તાર રવાના થયા હતા, અને ટૂંક સમયમાં અસંખ્ય માણસો પગરસ્તે તથા રેલમાં આવી પહોંચ્યા હતા. સવારે ૭ વાગે શ્રીમદના મૃતદેહને શાસ્ત્રોકત વિધિપૂર્વક વકીલ મોહનલાલ હીમચંદના હાથે સ્નાન વિલેપન ક્રિયા કરવામાં આવી હતી. ઉપાશ્રયના મધ્યભાગમાં શ્રીમદના શરીરને હંમેશાં બેસવાની જગ્યાએ પાટ પર પધરાવ્યું હતું. તેમનું છેવટનું દર્શન કરવા આશરે ગામ તથા બહાર ગામના પાંચ હજાર માણસો આવી ગયા હતા. આ પ્રસંગે શ્રીમદના દેહ ઉપર ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ અપૂર્વ તેજ વિલસતું હતું. જાણે જીવંત મૂતિ હોય નહિ ! એ જ દેહને જરીના કપડાથી મઢેલ તુરત જ નવી બનાવેલી પાલખીમાં પધરાવ્યો હતો, અને ગામના સ્થાનિક મુખ્ય અમલદારો પોલિસ પાટી તથા બેન્ડ સહિત આશરે દશથી બાર હજાર માણસનું સરઘસ નીકળ્યું હતું. અસાધારણ મેદની તથા ગરદી હોવા છશાંચે શાંતિ અને ગંભીરતા જણાતી હતી. ખાસ નોંધવા જેવી બાબત તો એ હતી કે મુસલમાન ભાઈઓની ૪૭ * For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy