SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ ગનિષ્ઠ આચાર્ય એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. અનંતભમાં પિતાનાં પાડેલાં નામો અને દેહના અનેક રૂપો તથા વર્તમાનકાલનું નામ તથા વર્તમાનકાલની દેહાકૃતિરૂપ હું નથી, હું આત્મા તેથી ન્યારો છું, તેવો પૂર્ણ અનુભવ અંતરમાં પ્રકટ જોઈએ, અને તે પિતાને દાવો જોઈએ અને એવી રીતે અંતરમાં અનુભવ અનુભવાય તે નિર્ભયતા અને આત્માનંદ ખીલે, પ્રકાશ પામે ને આત્મા આત્માના રૂપે જીવતો થાય અને તે મેહને મારીને છેવટે નિર્મોહી થઈ અનંતકાળ માટે જીવતો જાગતો રહે અને અનંત ક્ષેત્રોને તથા અનંત ભવને તેવી દશામાં જાણ રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને તેવી દશાની કાંઈક ઝાંખી તો આ ભવમાં આવે છે, અને તેથી મને તો ખાતરી થાય છે કે આવી આત્માની પરમાત્મા થવાની મુસાફરીમાં દેહરૂપી ઘોડા કે જે નિરુપયેગી થયા હશે તેને બદલવા પડશે અને ઉપયોગી ઘોડા ઉપર સ્વાર થઈ ચઢવું પડશે અને છેવટે મોક્ષનગર આવતાં ઘેડાની જરૂર રહેશે નહિ, તે અનુભવ નિચે થાય છે. - “તેથી જે કંઈ બનવાનું હોય છે, તે સારા માટે બને છે અને તે આત્મોન્નતિ માટે થાય છે, તેમ જાણી સેવા ભક્તિ જ્ઞાન ઉપાસના સક્રિયા આદિ સર્વ ધામિક યોગોના સાધનોની સાધના થાય છે, અને સાધનભેદે ભેદ છતાં અંતરમાં અભેદભાવ વર્તે છે, અને પ્રભુને પ્રગટ કરવા પ્રભુની પ્રાર્થના થાય છે. કશાય દોષોને વીણીવીણીને મારી હઠાવવાની પ્રવૃત્તિ સેવાય છે, અને આત્માની શુદ્ધતા કરવાનો વેપાર કરાય છે. યાત્રામાં ચાલતાં ભૂલાય, રખડાય, સ્મલન થાય તો પણ સાધ્યદષ્ટિ હોવાથી અને અંતરમાં ઉત્સાહ અને જેર હોવાથી ઉપગ ભાવમાં થાક લાગતો નથી એ મારો પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે, તેવા વિશ્વાસમાં રહેશે, અને આત્મ પ્રભુના ઉપગમાં રહીને બાહ્યમાં વર્તાશે, અને તમે તમારી મુસાફરીમાં આગળ વધશે તેમ ઈરછુ છું અને પ્રભુમય જીવન જીવવા સમર્થ થશે એમ ઈચ્છું છું. તમે પોતાને પિતા રૂપે ઓળખશે, અને જડને જડ રૂપે ઓળખશે, અને બે જાતની ઉપગધાર કાયમ રાખીને મૃત્યુની પણ પેલી પાર અમર રૂપે થઈને મૃત્યુના પર્યાયમાં સાક્ષીભુત નિર્લેપ રહેશે. મૃત્યુને દૃષ્ટા આત્મા છે, મૃત્યુ દુષ્ય છે, આત્માથી મૃત્યુ ન્યારું છે, મૃત્યુ એ પિતાનો સાથી છે, મિત્ર છે, ઉપકારી છે, ભાવિભાવ મૃત્યકાલે મૃત્યુને પણ નિર્ભય ભાવે ભેટવું ને આગળ વધવું, એ જ જ્ઞાની આત્માનું કર્તવ્ય છે, શુભાશુભ વિક૬૫ સંક૯પ ટળી ગયા બાદ મૃત્યુનું દુઃખ સમભાવે વેદાય છે, પણ તેથી નવા દેહ લેવા પડતા નથી, આવી દશા પ્રાપ્ત કરવા માટે એક વાર દઢ નિશ્ચય થયે ને ઉત્સાહ થયા કે આગળ જવાના જ, તેમાં વચ્ચે વિદને આવે, સંકટ આવે તો પણ આત્મા સેવાભકિતને ઉપયોગ પ્રતાપે વિજય પામવાનો જ. માટે અંતરમાં ઊંડા ઊતરીને મૃત્યુ ને અમૃત્યુનો વિચાર કરો અને આગળની મુસાફરી જ્યારે કરવાનો પ્રસંગ આવે ત્યારે પહેલાંથી ચેતીને શુરવીર બનો. સમકિતરૂપ કેસરિયાં કરીને જ્ઞાની પુરુષે પાછાં ડગલાં ભરતા નથી અને મૃત્યુ કાલે આવું ધર્મયુદ્ધ કર્યા વિના સ્વરાજય મલવાનું નથી. આત્મપ્રભુના રાજ્યમાં For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy