SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માના ચોમાસાના ઇરછુક ૩૫ સંયમની દીક્ષાનાં રે, ચોવીશ વર્ષ પૂરાં થયાં, પચીસમા વર્ષે રે, પ્રવેશીને સુખ લહ્યાં. પંચ મહાવ્રત પૂરાં પાડ્યાં, અતિચાર કર્યા દૂર, નિયમાન ને પ્રાણાયામથી, ધમ સાધને થયે શર; આત્માનુભવ આવ્યો રે, ચિદાનંદ પ્રભુ વર્યો. સંયમ અનેક ભાષણ. અનેક ગ્રંથ, રસ્યા કરી જગસેવ, આતમને પરમાતમ કરવા, ત્યાગી મેહની ટેવ; યુરિની સ્વજો રે, ચાલી સમભાવે રહ્યો. સંયમ રાગ, રપ ને વેરના હુમલા, કર્યા મોહે જે તેહ, સમભાવે ઉપયોગે વાર્યા, પોષી પરમાર્થે દેહ; પરિપવ પ્રસંગે રે, આતમભાવે ગહગલ્લો. સંયમ ધર્મક્રિયા વ્યવહારે વર્યો, અંતર રાખી લક્ષ, નિશ્ચયથી આતમ ઉપયોગ, વન્ય ઉપયોગ દક્ષ; ગુણ ને દોષ તપાસી રે, આતમગુણ પંથે વહ્યો. સંયમ જ્ઞાન ક્રિયા ને સેવાભક્તિ, નિઃસંગ ચારિત્ર ત્યાગ, આતમના ઉપગે બાહ્યમાં, વર્યાં સાક્ષોએ ગુણાગ; બુધિસાગર આનંદ રે, આપોઆપ રૂ૫ લહ્યો. સંયમ આ “ચોવીસ વર્ષ સંયમ પાલન-ગાન ”ના ઉપર પિતે નોંધે છે કે –“ આજે ચારિત્ર -દીક્ષાનાં ચાવીસ વર્ષ પૂર્ણ થયાં. પચીસ વર્ષની વયે વિ. સં. ૧૯૫૭ ના મૃગશીર્ષ શુકલ પક્ષ છઠના રોજ ચરિત્ર-દીક્ષા અંગિકાર કરી હતી. પંચ મહાવ્રત અને છડું રાત્રિભોજન વ્રતને હજી સુધી ભંગ થયો નથી. અતિચાર પ્રગટ થતા વારી દીધા છે. ધારણા, ધ્યાન અને સમાધિથી આત્માની શુદ્ધતામાં આગળ વધી આત્મા રૂપી પરમાત્માનો સાક્ષાત્કાર અનુભવ કર્યો. [ સં. ૧૯૮૧ ના માગસર સુદ ૮ ને મંગળવાર, તા. ૨-૧૨-૧૯૨૪] - માગસર સુદ તેરશને દિવસે સાદરાના પોલીટીકલ એજન્ટને સદુપદેશ આપ્યો. જૈન ધર્મનું વિશાળ રહસ્ય સમજાવ્યું. ઈગ્લેન્ડ અને હિંદના લોકોને એક નજરે નિહાળવા કહ્યું, તે પછી માણસા, લોદ્રા, વીજાપુર વગેરે સ્થળે ફરી ધર્મપ્રભાવનાનાં કાર્યો કરતા સાંબરકાઠા પર વિચરતા રહ્યા. ફાગણ માસમાં તેઓશ્રી વીજાપુર આવ્યા. પટદર્શનવાળે અને ગુરુપાદુકા જે ખેત૨માં હતી ત્યાંને, ઉત્તર ભાગ તેમણે શ્રાવકો પાસે ખરીદાવી લીધો. “ શા માટે, મહારાજ !” “અરે ભાઈ, જમીન હોય તે સારી; આગળ કામ આવે.” For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy