SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ યોગનિષ્ઠ આચાર્ય તેને કહેવા દે ભાઈ, પેલું યાદ છે ને ! “એક કડાં દ્રઢ બં, તે તેની પાસમે !” | દેહવિસ્મૃતિની એ અદ્દભુત પળોનો આનંદ જગતની ટીકા માટે કેમ ફિકો પડે ? જગને સંતોષવા જતાં સાધુઓએ શું ગુમાવ્યું નથી ? આપણા મનોભાવો-આત્મિક વિચારો મારી નાખી, દુનિયાની સાથે સુલેહ કરી લીધી તે પણ શું કમાણી થઈ? તેઓ એક પત્રમાં પિતાના પટધરને જણાવે છેઃ “દુનિયાની દૃષ્ટિએ ધર્મ સાધીએ તો સાધી શકાય નહીં, દુનિ. યાની પ્રતિષ્ઠાથી આત્મા બંધનમાં પડે છે, ને પડશે. માબાપના ત્યાગકરતાં બાહ્યની અજ્ઞાન પ્રતિષ્ઠાનો ત્યાગ કરવો કઠણ લાગે છે.” આતમ સામે ધર્મ કયાં, ત્યાં જનનું કામ ? જનમનરંજન ધ મેં નું, મૂલ ન એક બદામ. અને આટ આટલી રસવતી જમ્યા પછી આંકડાશાસ્ત્રની ખીચડી નથી ગમતી. એમણે ક્યાં ચતુર્માસ કર્યો, કઈ કઈ પ્રતિષ્ઠા કરી, એ કંઈ વર્ણવાની ઈચ્છા થતી નથી. રાષ્ટ્રીય મહાસભામાં રસ લઈ રહેલ સૂરિરાજે–પાસે રહેલા સિદ્ધિસૂરિજી ને નીતિસૂરિજી સાથે પુનઃ સાધુ કોન્ફરન્સને વિચાર કર્યો, વિચારને અમલ થવા કોશીશ થઈ, પણ નિર્માણ નહતું. સૂરિરાજ ત્યાંથી માણસા ગયા. માણસાના રાઓળખ તો એમને ઝંખતા હતા. એ પ્રદેશના અનેક રાજાઓ તેમના રાગી બન્યા હતા. અહી તેઓ લેદ્રાના શેઠ ઘેલાભાઈ રીખવદાસના ઉજમણા પર ગયા, ને ત્યાંથી વીજાપુર ગયા. પાશ્ચાત્ય કેળવણી લીધેલા વર્ગને તેઓએ ધામિક જ્ઞાન આપ્યું. મેજિસ્ટ્રેટ શ્રી મણિલાલ દોલતરામ પાટણવાળા, જાણીતા નિષ્ણાત વકીલ વીરપાળભાઈ, વકીલ હીરાલાલ મુલચંદ, વકીલ નગીનદાસ જેઠાભાઈ, શ્રી. લલ્લુભાઈ અમુલખ, શા. મેહનલાલ જેશીંગભાઈ, શા. મેતીલાલ નાનચંદ વગેરેને આગમસાર, નયચંદ્ર, નવતત્ત્વ વગેરે તત્ત્વજ્ઞાનના ગ્રંશે વંચાવ્યા. - અહી થી મહુડી ગયા. મહુડીના વોરા કાળીદાસ માનચંદે ઉજમણું કર્યું હતું. તે પ્રસંગને લાભ લઈ અહીંથી તેઓ વિહાર કરીને મહેસાણા ગયા, ને ચાતુર્માસ (૧૯૭૮) ત્યાં કર્યું. અહી સૂરિરાજ તથા શ્રી. કીર્તિ સાગરજી [ આજના આચાર્ય શ્રી કીર્તિસાગરઅરિજી વ્યાખ્યાન વાંચતા. - પલટણના પઠાણને બધે ત્રાસ હતો. સાધુ શા કામનો ? તેમણે અમલદારોને મળીને તરત દુર કરાવ્યો. આ પ્રસંગે પાદરાના શ્રાવક વકીલ મોહનલાલની જેમ-મુંબઈની સુપ્રસિદ્ધ ચાની પેઢી ભાખરીઆ બ્રધર્સના માલિક મેહનલાલ સાથે ને તેમના પાંચ ભાઈ, ચંદુલાલ, પોપટલાલ, અમથાલાલ, મણીલાલ તથા ચીમનલાલ સાથે ખૂબ પરિચય થયો ને એ કુટુંબે અંત સુધી ધર્મકાર્યોમાં ભાગ લીધે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy