SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારાહી જીવનદષ્ટિ ૨૭૭ પાંડિત્ય કદાપિ ઘટતું નથી. જનાચાર્યોએ આ નિયમને અનુલક્ષીને સંસ્કૃત, પ્રાકૃત, માગધી અને ગુજરાતી વગેરે ભાષાઓનું અવલંબન લઈને અનેક ગ્રંથો રચ્યા છે. “ભાષાના પાંડિત્યમાત્રથી આત્માની શુદ્ધ દશા થતી નથી. ભાષા કરતાં આન્તરિક સલ્લુની કરણાઓ વિશેષ પ્રકારે શોભી શકે છે. ગુણોના લાલિત્ય આગળ ભાષાનું લાલિત્ય હિસાબમાં નથી.” નોંધ પિતે જ જ્યાં દરેક વસ્તુ સ્પષ્ટ કરતી હોય ત્યાં ટીકા વ્યર્થ છે. વડોદરાથી ચરિત્રનાયક પુનઃ પાદરા ગયા, ને પૂરેપૂરી શાન્તિ લાગવાથી શ્રીમદ્ આનંદધન બહેતરીનું કાર્ય શરૂ કર્યું. આ વખતે તેઓશ્રી આત્મારામજી મહારાજના સંઘાડાના આચાર્ય શ્રી. વિજય કમલસૂરિજીની સાથે ઉતર્યા હતા. એ વેળા પંન્યાસ આનંદસાગરજી, પં. દાનવિજયજી તથા પં. મેઘવિજયજી પણ ત્યાં આવ્યા. આ સાધુમંડળમાં જ્ઞાનચર્ચા સારી ચાલી. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજે લાલન શિવજી અંગે સૂરત સંઘ પાસે કરાવેલા ઠરાવથી સાધુઓ બે ભાગમાં વહેંચાયા હતા. આની સમાધાન માટે ચરિત્રનાયકે ખૂબ ઉલટ બતાવી. સાધુ સમુદાયને કુસંપ એમનું કાળજું કેરી ખાતે હતે. આચાર્ય શ્રી. વિજયકમલસૂરિજીના આગ્રહથી ચરિત્રનાયકે સંઘની સમક્ષ જૈનોની ઉન્નતિ” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. - ચૈત્રી અમાસના રોજ પિતાના વલસાડના ભકત શા. કેસરીચંદ ગુલાબચંદનું અવસાન થયાના સમાચાર મળતાં ચરિત્રનાયકને ખૂબ દુખ થયું. પોતાના ગુરુકુળ વગેરેના વિચારોને મૂર્ત કરવાના અભિલાષી આ સજ્જન હતાએક સુંદર કવિતા રચી તેને અંજલિ આપી. પાદરાના બે માસ ખૂબ શાન્તિના, સ્વાધ્યાયના, લેખનના ને ધ્યાનના ગયા. તેઓએ અહીં અક્ષય તૃતીયાને રોજ આનંદઘન બહોતેરીને લખવે શરૂ કરેલે ભાવાર્થ પૂરો કર્યો. આ અંગે પિતે તે દિવસની નોંધમાં લખે છે, કે, - “મુંબઈ લાલબાગ ઉપાશ્રયમાં સં. ૧૯૬૭ ની અક્ષય તૃતીયાને રાજ શ્રીમદ આનંદધન બહેતરીને ભાવાર્થ લખવો શરૂ કર્યો હતો. વૈશાખ, જેઠ ને અષાડ માસમાં એક એક કલાક દરરોજ ભાવાર્થ ખવામાં કાલ વ્યતીત થયો હતો. કોઈ દિવસ વિશેષ પણ થયો હશે ! કારતક માસ પર્યન્ત એક એક કલાક ભાવાર્થ લખાયો હતો. કેટલાક દિવસ પડયા હતા. મુંબઈથી માગસર વદ બીજના રોજ વિહાર કર્યો. સૂરત વગેરે થઈ પાદરે આવવાનું થયું. અને અત્રે બે માસની સ્થિરતા થતાં બાકી રહેલાં ચાર પદ પૂર્ણ કરાયાં, અને અક્ષયતૃતીયાને રોજ બહોતેરી વા અહોતેરી પૂર્ણ કરી. મુંબઈમાં ૧૯૬૭ના ચોમાસામાં લાલન અને શિવજીની ચર્ચાથી સંધમાં કલેશ પેઠો હતો. તેથી કેટલાંક કાર્યોમાં લાલન અને શિવજીના તકરારી વિચારોથી દૂર હોવા છતાં પણ ચિત્તની ચંચળતા રહી. તેમ જ તે સમયના પ્રસંગેની અસર મન પર થવાથી બ હે તેરીનો ભાવાર્થ જોઇએ તેવા રૂપમાં લખાયેલ નથી. બહોતેરીના પદો પુનઃ મનન કરવાથી ઘણા અનુભવો કુરાયમાન થાય છે ! લાલન અને શિવજી સંબંધે મુનિ કાંતિવિજ્યજી વગેરેએ સુરતમાં કરેલા ઠરાવોથી શ્વેતાંબરોમાં માટે ખળભળાટ ઊયો હતે. તેવા પ્રસંગોમાં બહોતેરીનો ભાવાર્થ લખો શરૂ કર્યો. એ ચર્ચાની લૂ વાત છતાં ભાવાર્થ લખવાથી અશાન્તિના મામલા વખતે પણ અંતરમાં શક્તિ હતી, તેમાં આનંદધન બહેતરીને અપૂર્વ ઉપકાર છે. પાદરાના સંધના આગેવાનો પૈકી વકીલ મોહનલાલ હીમચંદ વગેરે ના આગ્રહથી તથા તેમની ભકિતથી અત્રે રહી ભાવાર્થની સમાપ્તિ કરી.” For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy