SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહમયીમાં ૫૫ ઈગ્લીશ વાજિંત્રો-એન્ડ વાજા વગાડતા લોકો હતા. દશ હજારના આશરે શ્રાવક-શ્રાવિકા ઓનો સમુદાય ભેગો થયો હતો. ઝવેરી બજારમાં શેઠ જીવણચંદ લલુભાઈની કંપની, શેઠ તલકચંદ માણેકચંદ, શેઠ નેમચંદ માણેકચંદ, વગેરે ઝવેરીઓની દુકાને એ સામસામા મોતીએનાં તોરણ બાંધ્યાં હતાં. કેઈએ વાસણનાં, કોઈએ ક્યડાંનાં એમ ભિન્ન ભિન્ન શ્રાવકોએ ભિન્ન ભિન્ન જાતનાં તોરણો બાંધીને પ્રવેશ મહત્સવને વડો ચડાવીને જૈનશાસનની શેભા વધારી. સાત-આઠ હજાર શ્રાવક-શ્રાવિકાઓએ લાલબાગમાં મંગળાચરણ વ્યાખ્યાનનો લાભ લીધું હતું. જૈનોના મનમાં ઘણો હર્ષ થયો. વ્યાખ્યાનમાં શેઠ જીવણચંદ ધરમચંદ સંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદ, શેઠ દેવકરણ મુળજી, શેઠ કલ્યાણચંદ સંભાચંદ વગેરેએ આગેવાનીભર્યો ભાગ લીધે. પ્રવેશ મહેસવ કરવામાં સુરતી શ્રાવકોએ આગેવાની ભાગ લીધો. મુંબઈ લાવવામાં સુરતી શ્રાવકોની પ્રેરણા થઈ તેથી મુંબઈ અવાયું.” પ્રવેશ મહત્સવનું નિખાલસ ચિત્ર દોરી, બીજા દિવસની નોંધમાં લખે છે વ્યાખ્યાનમાં ઉત્તરાયયન વાંચવું શરૂ કર્યું. મોટા મોટા આગેવાન શ્રાવકે વ્યાખ્યાન સાંભળવા આવ્યા. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી વિરપ્રભુએ ઉત્તમ સદુપદેશ આપ્યો છે. ઉત્તરા ધ્યયન સૂત્રમાં ભિન્ન ભિન્ન વિષયનાં અધયયન છે, ધર્મકથાઓથી સૂત્ર શોભી રહ્યું છે. એમાં લખેલા સદ્દવિચારોનો ફેલાવો આખી દુનિયામાં થાય તેવા ઉપાયો આપણે લેવા જોઈએ. આખી દુનિયામાં ચાલતી દરેક ભાષામાં ઉત્તરાયયન સૂત્ર વંચાય અને તેથી દુનિયાના લોકોમાં ધમવિચારોના સંસ્કાર પડે એ જ હાલમાં જેનું કર્તવ્ય છે. ” અને આ પછી અધયાત્મમાં ઊતરી જતી રોજનીશી કેટલાંક પૃષ્ઠ રોકી લે છે. વળી વચ્ચે પ્રેમની, ધર્મેનતિની, શુદ્ધ પ્રેમની, ગુરુ-કુગુરુની કવાલિઓ ને કવિતાઓ આવે જાય છે. દૈનિક નાના-નાના બનાવની નોંધ પણ લેવાય છે. સમુદ્રના તરંગો જેવા ભાવ ચાલ્યા કરે છે. ત્યાં વળી આગળ જતાં એક નેધ કરે છે - “અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો, તેમાંથી સાર એ નીકળે છે, કે રાગ- દ્વેષને નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી. અન્ય દર્શનીઓનાં વેદ, ઉપનિષદો, ભગવદ્ગીતા, પુરાણ, સાંખ્ય શાસ્ત્રો, બુદ્ધનાં તત્ત્વ, બાયબલ, કુરાન વગેરે વાંચ્યા અને તેથી નિશ્ચય એ જ થયે કે શ્રી મહાવીર પ્રભુએ આત્માની પરમાત્મદશા કરવા જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે માર્ગ બતાવ્યો છે, તે જ વીતરાગ પંથ ઉત્તમ છે. આગમોને સાર એ જ છે કે, જ્ઞાન, દર્શન ને ચારિત્રની આરાધના કરવી. આત્મજ્ઞાન થતાં સ્વાદુવાદ દષ્ટિએ અનેક નોની અપેક્ષાએ ( સત્ય તત્ત્વ ગ્રહણ કરવાની શકિત પ્રગટે છે. સમ્યગુદષ્ટિને એકાંત શાસ્ત્રો પણ સમ્યકત્વરૂપે પરિણામ પામે છે. ” આની સાથે એક કવિતા પણ લખાયેલી છે, ને પછી તે કવિતાઓથી પૃષ્ઠ ભરેલાં નજરે પડે છે. તત્કાલીન બનાવે, ચર્ચાઓ, ઘટનાઓને એમાં પડઘા પડે છે. ને દિવાળી For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy