SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org સ્વપ્નદ્રષ્ટાનું સુરત દ્રશ્ય ખડું થઈ ગયું.... બીજે દિવસે સૂરતમાં પ્રવેશ હતા. સૂરતી સગ્રહસ્થાએ પેાતાના ભાવ બતાવવામાં ને શાસનની પ્રભાવના કરવામાં કોઇ વાતની કમીના રાખી નહેાતી. એ કાળ એ જાતના હતા. જમણુ ને વરઘેાડા સિવાય પ્રભાવનાનાં કોઇ સ્થળ દેખાતાં નહેાતાં. સૂરત જેવા અલબેલા શહેરની અદ્ભુત શૈાભા હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ એને ‘સૂરત સેાનાની મૂરત’ કહેતા. ત્રણસેા વર્ષ પહેલાં ચાર્યાસી બંદરને વાવટા એને ત્યાં ફરકતા. સૂરતના જૈન ઝવેરીએ ને નાણાવટીએ જગતમાં માગ મુકાવતા. મકકા શરીફની યાત્રાએ જવા અહીં આવવુ પડતુ. અગ્રેજોએ પહેલી કેડી અહીં નાખેલી ને આજ બંદરેથી પહેલી ગુજરાતણ-શેઠ હઠીસીંગનાં માતુશ્રી સૂરજમાઈ સુખઇ ખંદરે, શેઠ મેાતીશા સાથે હિસાબ સમજવા ગયેલાં, પણ જેમ એક શ્રીમંત અને તા અનેક નિધન અને; એવા નિયમ છે, તેમ એક નવું શહેર સરજાય તો અનેક જૂનાં ગામ નગરને સંહાર કરી લે. મુંબઇ બંદર હિંદુસ્થાનની અલકાપુરી બન્યું ને સૂરતને શૈાષી ગયુ. રા છતાં સૂરતી એટલે લહેરી. સુખમાંય લહેર કરે ને દુઃખમાંય લહેર કરે. એનુ ઉપનામ લાલા. એ સુરતી લાલાઓએ પડતા સૂરતને ખાળી રાખ્યું. મરણ માટે કાશીની જાત્રા કરનારાઓ ને જમણુ માટે સૂરતની સહેલગાહે આવનારા આજે પણ હજી જૂની કહેવતની ઝમક ન્યાળે છે. સૂરતની ભૂમિ એટલે અટકી કવિ ન†ઢની ભૂમિ. એ ભૂમિ પર એક અન્ય અટકી, સદાચારી સાધુકવિએ પગ મૂકયા. ગેાપિપુરામાં પુજ્ય શ્રી મેાહનલાલજી મહારાજના ઉપાશ્રયમાંથી સહુ પ્રથમ વાણીવિન્યાસ કરી ક`બેધ આપ્યા. નવીન વિચારે તે નવી વાણી હતી. શ્રી સંઘ આનંદ પામ્યા. સૂરતમાં ફાગણ માસ વ્યતીત કર્યાં, પણ કુદરત અને કલ્પનાના આ ઉપાસકને ઘણી વાર શહેરીજીવનના આડંબરે, ધમાધમી મૂંઝવી નાખતા. કવિત્વવાળું મન ઘણી વાર કુદરતના ચેાગાનમાં ચાલ્યા જવાનું કરતું. ચેાગિક આત્મા ધ્યાનને ચેાગ્ય સ્થળ કાળની ઝંખના કરતા. ૩૧ એ વેળા સૂરતના પ્રખ્યાત દાનવીર ઝવેરી શેઠ ધરમચંનૢ ઉદયચંદના સુપુત્રો શેઠ જીવણચંદ, ગુલાખભાઇ તથા મગનભાઈ અને દાનવીર નગીનદાસ કપુરચંદના સુપુત્રો શેઠ *કીરભાઇ, ગુલાબચંદભાઈ, રાવબહાદુર શેઠ હીરાચંદ મેાતીચક્ર, ઝવેરી ભુરિયાભાઇ જીવણચદ વગેરેએ મહારાજશ્રીને ડુમ્મસ પધારવાના આગ્રહ કર્યો, ને ચૈત્રી ઓળી સુંદર રીતે ઉજવાવવા વિનતી કરી. ડુમ્મસ દરિયા કિનારે આવેલુ પ્રકૃતિરમ્ય સ્થળ છે. એક તરફ્ ક્ષિતિજને ભેટતા અનન્તસાગર લહેરિયાં લેતા પડયા છે, બીજી તરફ સુંદર બગલાએ બંધાયલા છેઃ ને અનેક For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy