SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ગનિષ્ટ આચાર્ય વસે ગામ તે ખૂબ કેળવાયલું ને આગળ પડતું છે. ત્યાંના સંઘે ખૂબ સ્વાગત કર્યું. અહીં શેઠ ચુનીલાલ સાકળચંદ, જેઠાભાઈ નથુભાઈ, દરબાર ગોપાલદાસ, મોતીભાઈ અમીન તેમ જ હરિભાઈ ભાઉસાહેબના આગ્રહથી પાંચ ભાષણ આપ્યાં. એક એક ભાષણમાં સુધારવા યોગ્ય રિવાજોની સુંદર ચર્ચા કરી. ઠેર ઠેર જાહેર ભાષણ દ્વારા જનસમુદાયને પ્રબોધતા તેઓ ખંભાત આવ્યા. ખંભાત તે પ્રાચીન શહેર હતું. એક કાળે એ મહાન બંદર હતું. ગુજરાતની સમૃધિનું એ પ્રવેશદ્વાર હતું. મહી ને સાબરમતોની વચ્ચે એ વસેલું છે. ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ છે. જેનોની ત્યાં જબરી જાહોજલાલી હતી. ત્યાંના જેનોની લાગવગથી અનેક સત્તાઓ ગર્જતી. અહીં ખૂબ જૂના ગ્રંથભંડારો છે. અહીંની પાંજરાપોળને જોઈ, પશુઓની સેવા-ચાકરી જોઈ પ્રાચીન કાળના યુરોપીય મુસાફરે આશ્ચર્યમુગ્ધ થયા હતા. એમાંનું આજે કંઈ નથી, છતાં જૂની જાહોજલાલીની યાદ આવે છે. ચરિત્રનાયક તે ઈતિહાસના પૂજારી હતા. તેઓ અહીં આઠેક દિવસ રોકાયા. જૂને ગ્રંથભંડાર રોજ જઈને તપા, દેરાસરની યાત્રા કરી. વ્યાખ્યાન પણ આપ્યાં. ખંભાતથી વટાદરા, ગંભીરા ને ઉમટી થઈ તેઓ પાદરા આવ્યા. પાદરામાં થોડોક સમય ગાળી તેઓ વડોદરા આવ્યા, પ્રથમ મામાની પોળ વ્યાખ્યાન વાચવા માંડયું. પણ પછી કેઠીપળના શ્રાવકના આગ્રહથી ત્યાં ગયા. વિદ્વત્તા કેવડાના ગુરછ જેવી છે. એ જેમ વધુ ને વધુ પ્રસરતી જાય તેમ વધુ સુગંધ આપે છે. ચરિત્રનાયક શ્રીમદ બુદિધસાગરજીની ખ્યાતિ ધીરે ધીરે બધે પ્રસરતી જતી હતી, ગુજરાતના ગરવા સંત તરીકેની એમની નામના વધતી જતી હતી. કે એમને કવિ અને કઈ એમને દેગી તરીકે માન આપતા. - કેવડાનાં આ સુગંધકણ વડોદરાના રાજમહેલ સુધી પહોંચ્યાં. સુગંધના ખાસ શોખીન, મહારાજા સયાજીરાવ ગાયકવાડને એમણે આકર્ષિત કર્યા. પોતાના રાજ્યના, પોતાની પ્રજાના, અભણ ગણાતી કેમના મહાન મહાત્માને મળવાને પિતાની ઈચ્છા રાજવૈદ બાપુભાઈ હીરાભાઈ પાસે જાહેર કરી. વસંતને સમય હતે. ચૈત્ર મહિને હ, શુકલા ચતુથીને દિવસે રાજમહેલમાં ભાષણ યોજાયું. સર સયાજીરાવ પોતે કુશળ વિચારક ને વિદ્વાન હતા, સાઠ વર્ષની ઉંમર થયા પછી સંસ્કૃતને અભ્યાસ એક શાસ્ત્રીજી પાસે શરૂ કર્યો હતો. ઉપરાંત પોતાની પાસે શાસ્ત્રીઓ રાખી નિયમિત સ્વાધ્યાય કરતા. આર્યવની પ્રાચીન પરંપરાના એ પૂજારી હતા, તેઓ એ આજ આ વસ્તુનો પ્રત્યવાય થો છે ! ઘણા જૈન સાધુઓ પોતાના શિષ્યોની-ભક્તોની રાજકીય લાગવગથી રાજાઓ સાથે સંબંધ બાંધે છે, ને ખુશામતથી નિભાવી પોતાની કર્તાિ લાલસાને પોષે છે. લેખકને આવાં અનેક ઉદાહરણે જાણીતાં છે, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy