SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuni Cyanmandir પાદરાથી પેથાપુર ૨૦૫ આ વાંચન રૂઢિ પ્રમાણેનું કે મક્ષિકા સ્થાને મક્ષિકાવાળું નહોતું. જે જમાનાનાં સહુ હતાં, જે વાતાવરણમાં સહુ જીવતાં હતાં, એને યોગ્ય દલીલે ને દૃષ્ટાંત સાથેનું હતું. આ વ્યાખ્યાનેએ અંગ્રેજી ભણેલો વર્ગ–જે હમેશાં ઉદાસીનતા ધરાવતે તેને પણ આકર્ષિત કર્યો. તેઓ આપણા નવજુવાન મુનિરાજના ગાઢ સંપર્કમાં આવ્યા. એ ગાઢ સંપકે, એ ગાઢ સત્સંગે સહુને સમજાયું કે જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે, ને તેમાં એવાં ઉદાર તો છે, કે જે વિશ્વધર્મની લાયકાત ધરાવે છે. ગમે તે જીવને એને આશ્રય લેવાની છૂટ, કમશઃ જીવનવિકાસ તરફ આગળ વધવાની યોજના, દરેકે દરેક પદની જવાબદારીઓ વગેરે અદ્દભુત વાતો એમાં ભરેલી છે. વ્યાખ્યાને સુણી સુણીને તે ઘણું ઘરડા થયા હતા, પણ આટલી ઉદાર છણાવટ એમણે આજે જ જોઈ. જેઓને જે ધર્મરૂપી મહેલની એકેએક બારી ને બારણું મજબૂતાઈથી બંધ કરેલું દેખાતું હતું, તેઓએ ધર્મપ્રાસાદના બારે દરવાજા ઉઘાડા દીઠા. ધીરે ધીરે સહુ સમીપ આવ્યા. આમાં વકીલ મોહનલાલ હેમચંદભાઈ સાથે એમને ગાઢ સંબંધ થયો, ને એ સંબંધ જીવનભર ઉત્તરેત્તર ગાઢ બનતો ગયો. . વકીલ મોહનલાલભાઈએ શ્રી. બુધિસાગરજી પાસે દ્રવ્યાનુયેગને અભ્યાસ આરંભે. મુનિશ્રીએ એ આત્માને ધર્મતને ખપી જાણીને વિશેષ જ્ઞાન માટે “પડદ્રવ્ય વિચાર” નામનો ગ્રંથ રચી આપ્યો. વકીલ સાહેબને ધમને રસ લાગી ગયે. ધીરે ધીરે તેઓ રાતે પણ ઉપાશ્રયમાં સુઈ રહેવા લાગ્યા. પર્યુષણના સુંદર દિવસે સુખ સ્વપ્નની જેમ વ્યતીત થઈ ગયા. એ ભાદરવા સુદ પાંચમની રાત હતી. ચરિત્રનાયકની સમીપ જ વકીલ મેહનલાલભાઈ સૂતા હતા. અડધી રાતે અચાનક તેમની આંખ ઉઘડી ગઈ. તેમણે જોયું તે ચરિત્રનાયક ધ્યાનસ્થ દશામાં પદ્માસન વાળીને બેઠા હતા. પણ તેમની શાન્ત મુદ્રા પર કંઈ ગંભીર રેખાઓ તણાયેલી હતી. થોડી વારે ધ્યાન પૂરું કરતાં તેઓ બેલ્યાઃ વકીલજી, તમારા ગામ પર આફત આવવાની લાગે છે. ” વકીલજી બેઠા થઈ પાસે ગયા, ને વધુ ખુલાસો માગે; પણ પછી તેઓ ચૂપ થઈ ગયા. કંઈ વિશેષ ખુલાસે ન આપી શક્યા. સ્વાભાવિક કંઈક બેલાઈ ગયું હશે, એમ સમજી વકીલ મહાશયે મન વાળ્યું. ચોથે દિવસે એક માટે ઊંદર-મદિરાપાન કરેલા માનવીની જેમ બહાર આવ્યું, ને મહેલ્લામાં થોડી વાર ફરી મરી ગયો. બીજે પણ ઊંદર મર્યાના સમાચાર મળ્યા. મહારાજ શ્રીએ વકીલને ચેતવ્યા. “ઉપદ્રવની શરૂઆત છે. ગામ છોડી દેવું જોઈએ.” * ઊંદરનો ઉપદ્રવ એટલે પ્લેગ, પ્લેગનું નામ પણ આજ સુધી પાદરામાં કેઈએ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy