SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૦ ચેાગનિષ્ઠ આચા ગુરુશ્રીના પગલાંને અનુસરનારા હતા. કોઇ પણ કાર્ય માં દીર્ઘદૃષ્ટિથી જોનારા હતા. તેએ શ્રીની ચારિત્રની સુવાસથી ઘણા પુણ્યવાન જીવા તેમની પાસે ખેંચાઈ આવ્યા હતા. કેાઇ સાધુ બની શિષ્ય થયા હતા, તેા કેાઇ ગૃહસ્થ રહી ભકત બન્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેએાશ્રીની પાસે વિ. સ’. ૧૯૧૭ માં પાટણના વિદ્વાન શ્રાવક રામચંદ્ર શાહે દીક્ષા લીધી હતી. આ રામચંદ્ર શાહ તે શાસ્ત્રપારગામી મુનિશ્રી રત્નસાગરજી. આ મુનિરાજ બહુ વિદ્વાન હતા, ને સુરત, નવસારી, ગણદેવી વગેરે ક્ષેત્રોમાં તેમણે સુદર ધર્મપચાર ને શુધ્ધ નીતિધર્મના પ્રચાર કર્યો હતેા. આચાય શ્રી. સિધિસૂરિજી ને શ્રી. ઋધિસૂરિજી જેવાએ તથા શ્રી. મેહનલાલજી મહારાજના અનેક શિષ્યાએ તેઓશ્રી પાસેથી જ્ઞાનપ્રસાદી મેળવી હતી. અનેક ગૃહસ્થાને પણ તે ઉદાર હૃદયે ધમની પ્રાપ્તિ કરાવતા. સુરતના બારવ્રતધારી શ્રાવક કલ્યાણુભાઇ તથા ફૂલચંદભાઇએ તેમની પાસે આગમનુ શ્રવણ કર્યું હતું, ને શા. ચુનીલાલ છગનલાલે પ્રકરણાદિના અભ્યાસ કર્યા હતા. જીવનનાં ઉત્તમેાત્તમ ત્રીસ વર્ષોં તેમણે સુરત જિલ્લાને કેળવવામાં કાઢયાં હતાં. તેએ ગણદેવીમાં જ કાળધર્મ પામ્યા હતા. વિ. સ’, ૧૯૨૦ ની સાલમાં એક એવા બીજા મહાનુભાવે તેમની પાસે દીક્ષા લીધી. તેમનુ' નામ સ્વરૂપચંદ. મૂળ ગામ ઇંડર. ઇડર એ વેળા યતિઓના ધામ તરીકે પ્રખ્યાત હતુ. પણ શ્રી. નેમિસાગરજી મહારાજ તથા શ્રી. રવિસાગરજીની સૌમ્ય કનકશુભ્ર સાધુતાએ ત્યાં નવા પ્રકાશ પાથર્યાં ને સ્વરૂપચંદ કાઠિયાવાડમાં આવેલ ઘાઘાબ દરે દીક્ષિત થયા. શ્રી. સ્વરૂપચક્રનાં પ્રથમ પત્ની ગુજરી ગયાં હતાં, ને બીજી વારનાં તેમનાં સગપણ પણ થયાં હતાં. પણ આ તીવ્ર વૈરાગી જીવે એ કમળપુષ્પની કેને કાપીને દીક્ષાના સ્વીકાર કર્યો. તેમના દીક્ષામહે।ત્સવ ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજનાં માતુશ્રીના હાથે થયા હતા. શ્રી. શાંતિસાગરજી વિધિપૂર્વક ક્રિયા કરવાના ઉગ્ર મતવાળા હતા. તેઓશ્રી પ્રતાપી સાધુપુ'ગવ શ્રી. ખુટેરરાયજી મ૦ના પરિચયમાં આવ્યા હતા. શ્રીમદ્ હરિંભદ્રસૂરિજી તથા ઉપાધ્યાય યશેાવિજયજીના અનેક ગ્રંથેાનું તેમણે વાચન-મનન કર્યું હતું. ધીરે ધીરે તેઓના મત એવા થયા, કે · જૈન શાસ્ત્રાનુસારે હાલના સાધુએ ધર્મક્રિયા બરાબર કરતા નથી. ’ ને પછી એમની દૃષ્ટિ પરિવર્તન પામી, વિ. સ. ૧૯૩૦ માં તે શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી જુદા પડયા. દશકા બાદ એમણે સાધુના વેશ તજી દઇ, એક ઉપાશ્રયમાં શેષ જીવન ગાળ્યું. (જે ઉપાશ્રયની મુલાકાત તત્ત્વાન્વેષક અહેચરદાસ સાધક દશામાં લઇ આવ્યા હતા ) શ્રી. શાંતિસાગરજીના વિચારે સામે શ્રી. રવિસાગરજી અને પૂ. શ્રી. બટેરાયજી મહારાજે ઉગ્ર વિરોધ દાખવવાથી તેમના પક્ષ અલ્પ રહ્યો. / આ બે મહાન શિષ્યા ઉપરાંત તેએને ચાર અન્ય વૈરાગ્યવત શિષ્યા હતા. વિવેકસાગરજી, કલ્યાણસાગરજી, મણિસાગરજી ને હીરસાગરજી. આ બધા આગમેનુ પરિશીલન કરનાર હતા. શ્રી. હીરસાગરજીએ તેા જાણે પેાતાનું મૃત્યુ નજરે જોયું હતું. મૃત્યુના દિવસે વહેલી સવારથી તેઓ કઇક તૈયારી કરી રહ્યા હતા. પેાતાની પાસે વસ્ત્ર ધાવા માટે લાવેલી કથરેટ હતી, તે જાતે જઇને શ્રાવકને આપી આવ્યા. એ વેળા કાઇ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy