SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ યોગનિ... આચાય અગમ-નિગમમાં રમતી, બીજી તરફ તેઓ વ્યવહારિક શુધિઓ તરફ ખુબ લક્ષ આપતા. ચૂલા પર ચંદરો બાંધવો, ગોળામાંથી પાણી ડાયા વડે લેવું, પૂંજણી ઓ રાખવી વગેરે બાબતે માટે ખાસ ઉપદેશ આપતા. શેઠ દલપતભાઈ ભગુભાઈ તથા શેઠ પ્રેમાભાઈ હેમાભાઈને મીલ ન કરવાની બાધા આપેલી. માનવીની ચાર હાથની કાયાને ઢાંકવા માટે આટલા મેટા આરંભ -સમારંભથી એ સાધુનું દિલ પૂછ્યું હશે ! એ પ્રગતિ હતી કે પીછેહુઠ હતી, એ તે જ્યારે જીવનની સાચી કમાણીના સરવાળા-બાદબાકી મુકાય, ત્યારે સમજાય! પ્રગતિ ભલે વિવાદાસ્પદ હોય, એ શાંતિ ને સંતોષ અદ્ભુત હતાં. • | ગુજરાતનાં ગામડાંઓમાં અનેક તેમનાં રાગી બન્યાં હતાં. પેથાપુરના ધારી શ્રાવક વધુ પારેખે તેમની પાસે બારવ્રત ધારણ કર્યા હતાં. શ્રી. નેમિસાગરજીએ પ્રતિષ્ઠાદિ વિધિવિધાન તેમને શીખવ્યાં હતાં. પેથાપુરમાં શેઠ હકમચંદ તથા નાના માણેકનાં કુટુંબીજને પણ તેમનાં ભકત હતાં.આ સિવાય આણંદ, ગોધાવી, વિરમગામ, રામપુરા, માંડલ, મહેસાણા, ચાણસ્મા, પાલનપુર, પાટણ, વીજાપુર, માણસા, પ્રાંતિજ, ઈડર વગેરે શહેરો પર તેમને સારે પ્રભાવ હતો. ઈડરમાં પણ યતિઓનું વર્ચસ્વ વધુ હોવાથી ત્યાં પણ પિતાની સુક્રિયા, સરચારિત્ર ને ઉત્કૃષ્ટ જ્ઞાન વડે સામનો કરી શુધ્ધ સાધુતાનાં સન્માન કરાવ્યાં હતાં. એક વેળાની ઘટના છે. પિતાની જન્મભૂમિને એક જુવાનિયે રોજ ઉપાશ્રયે આવે. બાવીસેક વર્ષની તરુણાવસ્થા હતી, છતાં ચિત્ત ધર્મશ્રવણમાં ભારે રસ ધરાવે. ચંચળતાનું નામનિશાન નહીં. એનું નામ રવચંદ. પાલી ગામથી એક મારવાડી શેઠ નામે રઘાજી ગૂજરાતના પાટનગરમાં પિતાની સુશીલ પત્ની શ્રી. માનકુંવર ને જુવાન પુત્ર રવચંદને લઈને આવેલા. ઝવેરીવાડમાં આવેલ નિશાળમાં તેઓએ વાસો કરેલ. આ દંપતી જનધર્મ ને ગુરુ પર આસ્થાવાળું હતું, એટલે પાસે રહેલા સુરજમલના ડહેલામાં ગુરુમહારાજનાં દર્શને રોજ જવા લાગ્યું. | માતાપિતાના મનની વાત તે દૂર રહી, પણ પુત્રને શ્રી. નેમિસાગરનો રંગ લાગી ગયો. સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ ત્યાં જ ચાલુ થયાં. શ્રી. નેમિસાગરજીએ પણ પિતાની પરંપરા જાળવી શકે તેવું તેજ આ જુવાનમાં ભાળ્યું. તેમણે પણ વૈરાગ્યને ઉપદેશ આપવા માંડયો. આ ઉપદેશની વીજળીક અસર રવચંદજી પર થઈ. માતાપિતાને દીક્ષા લેવાનો પિતાને ઈરાદો જાહેર કર્યો, પણ આવા જુવાનજોધ, કમાતા પુત્રને સાધુ થવા દેતાં જીવ કેમ માને ! પણ રવચંદજી પણ એક અદ્દભુત માનવી હતા. ગુરુ દીક્ષા ન આપે તો “આપ અપના ગુરુ !” વિ. સં. ૧૯૦૭ના માગસર સુદિ ૧૧ના દિવસે નિશાળમાં પિતાના હાથે સાધુને વેષ ધારણ કરી લીધો. આ સમાચાર પ્રસરતાં હજારો સ્ત્રી-પુરુષો ત્યાં જોવા મળ્યાં. રવચંદજીના આ સવિનય શાંત સત્યાગ્રહથી સહુ તેમની પ્રશંસા કરવા લાગ્યા. શ્રી. રૂખમણું શેઠાણી, સૂરજમલ શેઠ તથા ઝવેરીવાડના અન્ય આગેવાન જેને પણ આવ્યા. માતાપિતાએ રવચંદજીને ખૂબ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy