SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ ૧૯૦૩ ના માહ વદ ૫ ને દિવસે અંજનશલાકા થઈ ને વદ અગિયારશે પ્રતિષ્ઠા થઇ. પ્રતિષ્ઠા પૂરી થવાના દિવસેામાં-આટલા સંઘ-સમુદાય, સાધુ-સાધ્વી-સમુદાય ને શ્રાવક સમુદાય સમક્ષ નગરાજજીની ઇચ્છા દીક્ષા લેવાની થઇ. તેમની નજરમાં નવકલ્પી વિહારના કરનારા, વેરાગી, ખાખી ને ત્યાગી તરીકે પંકાયેલા શ્રી. મયાસાગરજી રમતા હતા. શ્રી. મયાસાગરજી પણ પેાતાની પાછળ ક્રિયાદ્વારના ઝંડાને અણનમ રાખનાર શિષ્યની ખેવનામાં હતા. શ્રી. નગરાજજી તેને પૂરેપૂરા ચેાગ્ય હતા. ચેાગનિષ્ઠ આચાય શુભ મુહૂતે શ્રી. નગરાજજીએ મયાસાગરજી પાસે દીક્ષા લીધો, ને નેમિસાગરજી અન્યા. આ પછો તેમને ગુરુશ્રીની સેવાના લાભ ચાર વષઁ મળ્યા. ગૂજરાતના ગામેગામમાં ઉચ્ચ ચારિત્ર ને શુધ્ધ ક્રિયાના ઝ ંડો ફરકાવી તેઓ સીત્તેર વર્ષની વયે વિ સ. ૧૯૦૭ માં અમદા વાદમાં કાળધમ પામ્યા. અન્તિમ વેળાએ તેમણે પેાતાના પ્રતાપી શિષ્યને સંદેશ આપ્યા કે હું ઉત્કૃષ્ટ ચિરત્ર દ્વારા સ ંવેગી સાધુતાને ઉધ્ધાર કરજે ! વૃધ્ધાવસ્થાના કારણે હું વધુ કરી શકય નથી, છતાં લેાકેામાં ચાહ પેદા થયા છે, તેા તેની હુ ંમેશાં વૃધ્ધિ કરશે !” શ્રી. નેમિસાગરજી પૂરા અબધૂત હતા. પ્રતિક્રમણ કરતાં પૂરા ત્રણ કલાક થતા, ને સાબરમતી આળગતાં એક કલાક થતા. તેઓ કદી પણ સાધુએ માટે નિર્માણ થયેલ ઉપાશ્રયમાં ન ઉતરતા. અમદાવાદનું નગરશેઠ કુટુંબ તેમના તરફ અત્યંત રાગી હતું, તેમાં પણ રૂખમણી શેઠાણી, શેઠ સૂરજમલ ને શેઠ દલપતભાઈ ભગુભાઇ ખાસ શ્રધ્ધા ધરાવતા. શ્રી. રૂમણી શેઠાણીએ મહારાજશ્રી વસતીમાં ઊતરી શકે માટે પાંજરાપેાળને ઉપાશ્રય બધાવેલેા, તેમ જ પેથાપુર-વીજાપુરમાં પણ એ માટે ધ શાળાએ બધાવેલી, પણ શ્રી. નેમિસાગરજી કદી તેનેા લાભ ન લેતા. અમદાવાદ આવતા ત્યારે શેઠે સુરજમલના ડહેલામાં ( હાલ આંબલી પાળના ઉપાશ્રય) ઊતરતા. શ્રી. નેમિસાગરજીએ શ્રીપૃયા તથા યતિઓની આજ્ઞા લેવી, તેમને વંદન કરવુ, એ પ્રથાએ સવથા કાઢી નખાવી. આ કારણથી શ્રીપૂજ્યા ખૂબ ચિડાયા, ને એ ગાદીપતિએ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં સંઘ પર ફરમાન મેકલ્યાં, કે કેાઇએ નેમિસાગરજી વગેરે સાધુઓને કશી સહાય ન કરવી. પણ ક્ષેત્ર ખેડાઇ ચૂકયું હતું. શ્રાવકે ખુલ્લે છેગે એ આજ્ઞાઆના અનાદર કરવા લાગ્યા, અમદાવાદના શ્રીપૂજ્યે એ હવે ખુલ્લ ખુલ્લા તેમના સામના કરવા માંડયેા, ને શ્રાવક વર્ગ એ ભાગમાં વહેંચાઇ ગયા. આ કારણે વાદાવાદ, ધમાધમી સાર્વત્રિક થઈ પડયાં. માર સારવાના સ ંદેશા પણ આવવા લાગ્યા. નગરશેઠ હીમાભાઈને આ સ્થિતિ જોઇ ખૂબ દુઃખ થતું. તેઓ એક વાર શેઠાણી રૂખ For Private And Personal Use Only - આ પ્રસંગે ક્રિયાધારના કાર્યમાં મહાન વેગ આપનાર બીજી પણ અનેક પ્રાતઃસ્મરણીય વ્યકિતઓ હતી, જેમાં શ્રી રૂપવિજયજી, શ્રી. વીરવિજયજી, શ્રી. ઉદ્યોતવિજયજી, શ્રી. ર્ણિવિજયજી, શ્રી. અમરવિજયજી તે શ્રી. ઉદ્યોતવિમલજી આદિનાં નામા ગણાવી શકાય.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy