SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ યોગનિષ્ઠ આચાર્ય પ્રશ્નવ્યાકરણમાં એકસો પ્રશ્ન ને વિદ્યાના અતિશય ને સંવાદઃ વિપાકશ્રતમાં સુકૃતકર્મ ને દુષ્કૃત કમનો ફળવિપાક-કથાઓ સાથે, ને દષ્ટિવાદમાં સર્વ પદાર્થોની પ્રરુપણા વિષયક સાહિત્ય સંગ્રહવામાં આવ્યું. વસ્તુસ્થિતિ જોતાં દષ્ટિવાદ નામના બારમા અંગમાં તમામ હકીકતા આવી જાય છે. છતાં બાલ, વૃધ, સ્ત્રી, મંદને અજ્ઞાન જીવો માટે અગિયાર અંગેની લોકભાષામાં રચના કરી. આ બાર અંગોમાં અગિયાર અંગ આર્ષ પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં હતાં, ને બારમું અંગ દૃષ્ટિવાદ સંસ્કૃત ભાષામાં હતું. આ સિવાય શ્રમણ ભગવાન મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્રગિણિએ રચેલાં આઉર પચ્ચખાણ ( આતુર પ્રત્યાખ્યાન) ને ચઉશરણ પણ સ્મરવામાં આવ્યાં. ને સર્વ સાધુ-સાધ્વીસમુદાય આ કૃતજ્ઞાનના સ્વાધ્યાય દ્વારા એનું સંરક્ષણ કરવા લાગ્યા. આ જુદા જુદા પ્રતાપી મુનિ બોને પાઠ આપ્યા, આજ્ઞા આપી, ને પરંપરા જાળવી. જે કામ આ હિંદમાં આવ્યા ત્યારે બ્રાહ્મણો કરતા, તે આ નિઃસ્વાથી નિએ લીધું. શ્રી. સુધર્માસ્વામીએ બાર વર્ષ સુધી પટધર પદ શોભાવ્યું, ને બાણુમા વર્ષે કેવલજ્ઞાન થતાં સર્વ શ્રમણ સંઘનું ઉત્તરદાયીત્વ વૈશ્યશ્રેષ્ઠિપુત્ર શ્રી જંબુસ્વામીને સુપ્રત કર્યું. શ્રી જંબુસ્વામીના કાળ સુધી સર્વ સિદ્ધાંત તથા સંપૂર્ણ ત્યાગ અબાધિત રહ્યા. પણ શ્રમણ ભગવાન મહાવીર અને તેમના ગણધરોએ કેવલજ્ઞાનની જે જ્યોતિ પેટાવી હતી, તે શ્રમણ ભગવાનના નિર્વાણ પછી સો વર્ષમાં જ ને કેવલ ત્રણ કેવલીઓ-ગૌતમ સ્વામી, સુધર્માસ્વામી ને જંબુસ્વામી–પછી આથમી ગઈ. મહાન ઉપદેષ્ટાની પછી વસ્તુ એની એ હોવા છતાં એના પ્રાપ્તવ્યમાં કેટલે ફેર પડી જાય છે, એનું આ દૃષ્ટાંત છે. ” અંતિમ કેવલજાતિના ધારક શ્રી. જંબુસ્વામીએ ચુંમાલીસ વર્ષ સુધી શ્રમણસંઘનું નેતૃત્વ સાચવ્યું ને પિતાની પાટે શ્રી પ્રભવસ્વામીને સ્થાપી મેક્ષે ગયા. શ્રી પ્રભવસ્વામીની પાટે મહાન વેદધમી બ્રાહ્મણ શય્યભવ આવ્યા. શય્યભવ મહાન જ્ઞાની હતા, ને જ્યારે પિતાના પુત્રનું આત્મકલ્યાણ કરવા તેને દીક્ષા આપવા તૈયાર થયા ત્યારે તેમને જણાયું કે પિતાના પુત્ર-શિષ્ય મનકમુનિનું આયુષ્ય અ૯પ છે. બીજી તરફ શ્રુતજ્ઞાનને તે સાગર ભર્યો હતું. આ બાળ-મુનિ એને કયારે ને કેમ પાર પામે ? જ્ઞાની મુનિએ પત્રકલ્યાણની ઈચ્છાથી ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને દશ અધ્યયનવાળું એક સૂત્ર બનાવ્યું. એ વિકાલથી નિવૃત્ત હતું. [કાળ વેળાએ બનાવેલું વિકાલેન નિવૃત્તમ ] માટે એનું નામ દશવૈકાલિક રાખ્યું. શ્રી શય્યભવસૂરિજીની પાટે યશોભદ્રસૂરિજી આવ્યા, ને તેમની પાટે શ્રી ભદ્રબાહુસ્વામી ને સમતભદ્રજી આવ્યા. શ્રી બહેચરદાસને આ બંને સૂત્રો પર અભુત સચિ હતી, ને ગૃહસ્થ તથા સાધુ અવસ્થામાં નિત્યપાઠ કરતા. +ચરિત્રનાક પ્રતિક્રમણ કર્યા પછી હંમેશાં દશવૈકાલિકને પાઠ કરતા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy