SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને ધમી ૧૫૯ પ્રકૃતિની કાઇ પ્રેરણા જ હશે, કે પૂરી એક પચ્ચીસી પણ ન વીતો કે લિચ્છવી કુળના એક બીજા રાજકુવરે વૈશાલીનગરીના, ઇક્ષ્વાકુ કુળના, રાજા સિધ્ધાને ત્યાં જન્મ લીધેા. ઇ. સ. પૂર્વે ૫૯ માં એક બાળકના જન્મ થયા. ઇતિહાસ એ મહાન આત્મધર્મના પ્રચારકને શ્રમણ ભગવાન મહાવીરના નામે સહુ આળખે છે ને વઢે છે. આ ક્ષત્રિય રાજકુમારે બ્રાહ્મણને વિકાસ રુંધાયેલે નિહાળ્યે, ક્ષત્રિયે ને સમશેર પ્રિય ને શ્રીલુબ્ધ દેખ્યા. સંસારની બે મહાન જાતિઓના પતને તેમના દિલમાં વ્યથા જન્માવી. આધ્યાત્મિકતા હે।મહવનમાં ને સુરાપાનમાં, જડ ક્રિયાકાંડ ને જટિલ વર્ણભિમાનમાં પર્યાપ્ત થતી દૃષ્ટિગોચર થઇ. શાસ્ત્ર પર બ્રાહ્મણેાએ કાષ્ટ્ર કર્યાં હતા. શસ્રો પર ક્ષત્રિયાએ, શત્રુ ને શાસ્ત્રથી હીન બનેલી પ્રજા નિવીય બની રહી હતી. અને આ સમાજ પેાતાના મૂળ ઘ્રુવતારક આત્મા પ્રતિના ભૂલી ગયા હતા એનુ શું ? આધ્યાત્મિક શેાધનું શુ' ? અન’ત સુખ તરફની પ્રવૃત્તિનું શું ? જાતિના પ્રેમ, સત્તાનું ગુમાન, આર્થિક ખુમારી સત્યાનાશનાં મૂળ બન્યાં હતાં. તેમાં ય આ આ સંઘની સ્થાપનાના મૂળ ઉદ્દેશ જે આત્મિક વિકાસ, તેના પર હથેાડા ચલાવ્યેા હતેા. મહાવીરે જ્ઞાન, મૌન, પ્રેમ ને તપ દ્વારા જીવનવિશુધ્ધિ કરી, ને પેાતાના જીવનના એકેએક ભાગ સ્વચ્છ કરી નાખ્યા, મન, વાણી ને કમ નિળ બનાવ્યાં. પારદર્શક મેાતીની જેમ પેાતાનુ જીવન પારદર્શક બનાવી એક દિવસ આવને નવસંદેશ આપ્યા. “ મને રાહુ પરના પ્રકાશ લાગ્યેા છે. એ રાહુ પર જવા માટે તમે તમારા આત્માને પિછાણેા. તમારે આત્મા જ પરમાત્મા છે, અને એ પરમાત્મ પદ માટે સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર કાઇ પણ યત્ન કરવાના અધિકારી છે. આત્માના અધિકારની દૃષ્ટિએ શૂદ્ર હીન નથી, ને બ્રાહ્મણ શ્રેષ્ઠ નથી. સ્ત્રી હલકી નથી, ને પુરુષ મેટા નથી. જીવ માત્ર સમાન છે, ગુણથી મહાન છે. સર્વ શાસ્ત્રનાં અધિકારી, ક્રિયાનાં હક્કદાર ! “દરેક પ્રાણી તરફ દયાભાવ કેળવે. એકના જીવનને હણી આપણું જીવન સમૃધ્ધ ન મનાવા. અહિં’સાને વિચારે, સાચા અહિંસક દિવ્ય પ્રેમી છે. કર્મોના નિયમને સમજો. તમારાં કરેલાં પાપેામાંથી ઇશ્વર, મૃત્યુ કે કોઇ પણ દેવદેવી તમને નહી છેાડાવે. સ્યાદ્વાદ ધર્માંને પિછાણા, સહુ માનવને સમાન જીવનધમી લેખી ચાલા, ને આધ્યાત્મિક માર્ગે, મનઃશુધ્ધિ આચારી, ગભીર મૌનપૂવ ક; અખંડિત તપથી આગળ વધેા, ૫થી કે પાપીને ધક્કો ન મારા, તમે સહન કરેા-બીજાને માટે, એમાં તમારું' શ્રેય છે, “ અનાદિ અનન્ત સંસારમાં ભકતા જીવને અનન્ત સુખની પ્રાપ્તિ માટે નીચેની ચાર વસ્તુની પ્રાપ્તિ ને સદુપયેાગ કરવા જોઇએ. ( ૧ ) મનુષ્યત્વ, દેવજીવન કે અન્ય જીવન કરતાં માનવજીવન શ્રેષ્ઠ છે; કારણ કે આત્મહિતની પ્રવૃત્તિ કેવલ આ જ જીવનમાં થઇ શકે છે. ( ૨ ) ધ શ્રવણ, શાસ્ત્રાના અથ સમજવા, એનું ચિંતન કરવું, મનન કરવું તે જીવનમાં ઊતારવા. ( ૩ ) ત્રીજી વસ્તુ સત્ય શ્રધ્ધા, શ્રધ્ધા વિનાની કાઇ પણ ક્રિયા ફળતી નથી. શ્રધ્ધા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy