SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir ૧૨૬ યોગનિષ્ઠ આચાર્ય આટલે ખુલાસે મળતાં માબાપ એ વહેમથી મુકત બન્યાં માતરી હતી કે ગમે તે લાલચે પણ બહેચરદાસ સત્ય ન છાંડે ! બેએક દિવસ વિજાપુર રહી, ગવાડાના રસ્તે પોતાના મિત્ર શા. મેંતીલાલ હીરાચંદને મળી તેઓ ઊંટ પર વીસનગર ચાલ્યા. વિસનગરમાં અમદાવાદ લુવારની પોળવાળા શ્રી. પુણ્યવિજયજી હતા. પણ વીસનગર પહોંચતાં તેમને ઝાડા ને ઉલટી ચાલુ થઈ ગયાં. મુનિરાજને વાંદી તેઓ તરત ટ્રેનમાં બેસી મહેસાણા આવ્યા. ઝાડા ને ઉલટી ચાલુ જ હતાં. તેમને માલુમ પડી ગયું કે કોલેરાએ દેહમાં પ્રવેશ કર્યો છે, પણ તે ન મુંઝાયા. ઘરગથ્થુ વૈદકનો પ્રયોગ કર્યો. લીમડાનાં પાન મંગાવી એનો ત્રણ શેર રસ કાઢીને તેમાં મરી નાખીને પી ગયા. રોગ બિચારા પાંચ કલાકમાં નાસી ગયો ! ન દવા, ન દાકતર ! બહેચરદાસને એક વેળા કલેલ જવાનું થયું. કલોલમાં પેથાપુરના છન્નાલાલ જેઠાલાલ રહેતા હતા. અહીં તેઓને જીવનમાં પ્રથમવાર સ્થાનકમાગી સાધુઓનાં દર્શન થયાં. સત્સંગના શોખીન બહેચરદાસ તેમની પાસે જઈ પહોંચ્યા. સ્થાનકમાગી મુનિઓને પણ મિ પૂછતાં ખબર પડી કે મહેસાણાના પંડિત આવ્યા છે. એટલે તે વખતના શેખ મુજબ ચર્ચા છેડાઈ પડી. ખૂબ સ્વસ્થ રીતે ચર્ચા ચાલી. એકે મૂર્તિ-નિષેધના, બીજાએ મૂર્તિની હિમાયતના દાખલાદલીલો રજૂ કર્યા. તર્કકુશળ બહેચરદાસે ડીવારમાં સ્વામીજીને ખુશ કરી દીધા. તેઓએ તેમના પાંડિત્યની ખુબ પ્રશંસા કરી. ગુણાનુરાગી બહેચરદાસે મુનિશ્રીની શાંત પ્રકૃતિની પ્રશંસા કરતાં કહ્યું “મૂતિ માનનારા, ને મૂર્તિને નહીં માનનારા એમ બે પક્ષોમાં જેનો વહેંચાઈ ગયા છે, અને તેમાં પરસ્પર ખંડનમંડન કરી કલેશ કરવાથી જનોની પડતી થઈ છે. માટે હવે તો એ ખંડનમંડન બંધ કરી સૌ નિજાત્મ દશાને જુએ અને શાન્ત થાય નહીં તે હજુ જૈનેની વધુ પડતી થશે.” શાસ્ત્ર અને તર્કથી પર રહી બહેચરદાસે આટલા પોતાના વિચારે જણાવતાં, છેલ્લે છેલ્લે તેઓની સાથે વાર્તાલાપમાં કંઈ અવિનય થયો હોય તે ક્ષમા યાચી લીધી. કેવી નિરભિમાનતા! ભવભીરુતા તે આનું નામ ! આમ અજાણ્યા ક્ષેત્રમાં ઊગેલું એક કમળ કમળ, ખારા જલપ્રવાહ ને મીઠા જલપ્રવાહ અનુભવતું આગળ ને આગળ ધપી રહ્યું હતું. એ વેળા સમાચાર આવ્યા કે શ્રી. રવિસાગરજી મ. ના શિષ્ય શ્રી. ભાવસાગરજી ઉદેપુરથી મહેસાણા આવે છે. આ સમાચારથી બહેચરદાસના મનકમળની પાંખડીઓ પ્રફુલી ગઈ. ભાવસાગરજી માટે તેમણે ઘણું ઘણું સાંભળ્યું હતું. અધ્યાત્મજ્ઞાની અને સિદ્ધાંતના જ્ઞાતા તરીકે તેમની નામના હતી. બનારસીદાસ કૃત “સમયસાર” નામનું આખું નાટક તેમને મુખપાઠ હતુ. રેજના પિણે કે મુખપાઠ કરી પ્રતિક્રમણમાં સંભળાવી જતા. પણ મહેસાણામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ત્યાં રહેલા સાધુઓના ચિત્તમાં ઈષ્યનો ઉદ્દભવ થયો. “આ ક્ષેત્ર તે રવિસાગરજીનું કહેવાય. ભાવસાગરજી વ્યાખ્યાતા વિદ્વાન For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy