SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રવિ અસ્ત થયો ૧૧૭ જન્મ, જરા, ને મરણ કેઈને મૂકનાર નથી. એક ધર્મમાં ધ્યાન રાખજે, પરભવમાં સાહાટ્યકારક છે. ” ત્યાર બાદ મહારાજ સાહેબજી કેટલીક વખત આંખ ઉઘાડે ને મીચી દે. લેખક (બહેચરદાસ, ) વેણચંદભાઈ તથા છગનલાલ ડોસાભાઈ મહારાજજીની જમણી તથા ડાબી બાજુએ હાજર હતા. મુનિવર્ય શ્રી. સુખસાગરજી પણ પાસે બેઠા હતા. તેમના સામે મહારાજજી જેવા લાગ્યા, અને તેમને પિતાની આંગળી ઊંચી કરી કહ્યું કે આ ભયંકર સંસારસમુદ્ર તટે ઘણો કઠિન છે, માટે એક ધમ ધ્યાનમાં તત્પર રહેશે. એમ જણાવતાં મુનિશ્રી સુખસાગરની આંખમાંથી અશ્રુની ધારા છૂટી, અને ગુરુમહારાજના નેહથી છાતી ભરાઈ ગઈ. ગુરુનો ચરમપદેશ તેમણે મસ્તકે ચઢાવ્યો અને શેકસમુદ્રમાં બૂડતાં ફરી વાર મહારાજ સાહેબજીની આંગળીરૂપ પ્રવહણે જણાવ્યું કે આ વાસ્તવ મારો અંત સમય છે, માટે છાતી દઢ કરી ધર્મ સ ભળાવા તે તમારું કામ છે. મુનિશ્રી સુખસાગરજી પણ નવકાર દેવા લાગ્યા........મહારાજજીએ પાછા સંઘ તરફ આંગળી કરી જણાવ્યું કે સકળ સંઘ સંપ ધારણ કરી ચાલજો. સંઘમાં લડાઈ-ટેટા ઘાલશો નહી. જ્યાં સુધી તમારા ગામમાં સંપ છે, ત્યાં સુધી સારું રહેશે. આ વખતે નગરશેઠ વસ્તારામ નેમીદાસ બહુ ઉદાસ થઈ ગયા. સાધ્વી શિવશ્રીજી તથા હરખશ્રીજી આ વખતે હાજર હતાં. પ્રબંધ લખનાર મને ( બહાસને ) મહારાજજીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા જમણા હાથનો અંગુઠો હાલતે રહેશે ત્યાં સુધી હું શુદ્ધિમાં છું; એમ તમે જાણો. મહારાજજીના સામે સકળ સંઘ ઉદાસ ચિત્તથી બેઠે હતો. ગાંધી મૂળચંદભાઈ તથા હરગોવનદાસ મગનલાલ તથા શેઠ ચુનીલાલ ગોતમ વગેરે સવે આ વખતે હાજર હતા. હવે ગુરુમહારાજના શરીરને શ્વાસોશ્વાસ નરમ પડવા લાગ્યા. નાડી હળવે હળવે ધબકારા કરવા લાગી. મહારાજશ્રી ધ્યાનારુઢ થયા. અહો, આ વખતે મહારાજશ્રીનું આવું ઉત્તમ સમાધિ મરણ ઉત્તમ ગતિ સૂચવતું હતું. પ્રબંધલેખક હુ (બહેચરદાસ) તથા વેણીચંદ તથા છગનલાલ ડોસાભાઈ મેટા સ્વરથી તેમના કાન નજીક નવકારમંત્ર ભણવા લાગ્યા. અરિહંત સિદ્ધ સાધુ એમ કહેવા લાગ્યા. મહારાજશ્રી ઉગથી સાંભળતાં સાંભળતાં ધ્યાનારુઢ થઈ ગયા. સંવત ૧૫૪ ના જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પહોરમાં સાડા છ વાગ્યાના સુમારે અમૃતસિદ્ધિ એગમાં ચઢતા પહોરે આ ક્ષણિક અને ત્યાગ કરી શ્રી. ગુરુ રવિસાગરજી સ્વર્ગગતિને ભજ નારા થયા.” સુડતાળીસ વર્ષને ધન્યસુંદર દીક્ષા પર્યાય પાળી, જૂના જવલંત મુનિપેઢીના પુરોગામી મહાત્મા પંચોતેર વર્ષની ઉંમરે શાન્તિથી. સમાધિથી સ્વર્ગસ્થ થયા. મૃત્યુ એ શેકને વિષય હેતો નથી. આ માનવી કાયાને લીધે રોકાતી એમની ઉર્ધ્વ ગતિનાં આવરણો, મૃત્યુથી એ દિવસે ભેદાઈ ગયાં. એવાનું મૃત્યુ-જન્મની જેમ જ મહત્સવરૂપ છે. જેણે જીવનમાં આત્મ કલ્યાણ અને લેક કલ્યાણ તરફ જ લક્ષ આપ્યું છે, કુસંપ હોય ત્યાં સંપ ને ભેદ હોય ત્યાં ભાવ કરાવવાની પ્રવૃત્તિ કરી હોય, એ અજાતશત્રુ મુનિવરને કણ ન સન્માને ? આ ઉજજવળ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy