SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય આકર્ષી. કેઈ જિનને માને છે, જિનપૂજા ને જિનતાને સ્વીકારે છે. ભેદ છે કેવળ થોડી એક બાબતમાં. દિગંબર કહેતા કે સ્ત્રી મોક્ષ ન પામી શકે, કેવળજ્ઞાન જેને થયું એ ભજન ન કરે, નગ્ન ન હોય તે સાધુ ન ગણાય. આગમશા તે વિરછેદ પામ્યાં છે, નેલિંગસહિતની પ્રતિમાને પૂજવી. - આ બધી બાબતમાં માસ્તર બહેચરદાસને દિગંબરો પ્રતિ ઘણું કહેવાનું હતું. પણ તેથી તેઓ દિગંબરોના ઢષી ન બન્યા. એક જ પિતાના બે પુત્રો વચ્ચે મતભેદ શેભી શકે, મનભેદ કદી ન શોભે! બંને આત્માની મુક્તિ માટે, સંસારના છેદ માટે મથતા હતા. રાગદ્વેષ ને કષાયના કીચને બંને તિરસ્કારતા હતા, મૂળ ધ્યેય સમાન હતું પછી ઝઘડા શા માટે? આ વાત તે થઈ દિગંબર સંપ્રદાયની, પણ શ્વેતાંબર સંપ્રદાયમાં આવેલ સ્થાનકમાગ પંથ વિષે પણ તેમણે જિજ્ઞાસાથી જાણી લીધું. આ પંથમાં દિગંબરની જેમ આગમને સમૂલ વિચ્છેદ નહોતો મનાતે, પણ ટબા (ભાષાંતરે) પ્રચલિત હતા. પેથાપુરમાં તેમના ધર્મસ્નેહી ગાંધી છનાલાલ જેઠાભાઈને ત્યાં તેમણે ધર્મબિંદુને ટબ વાંચે. આ ટબાના વાંચનથી તેમની સત્યશોધક બુદ્ધિને લાભ જ થશે. મધુમક્ષિકાને તે વન, ઉપવન ને ઉદ્યાનમાંથી મધુ પીવું હતું.-એને વિષની ખેવના જ નહોતી, ને વિવેકી મધુમક્ષિકા મધુ પામતી રહી. ધર્મબિંદુના ટબાના વાચનથી શ્રાવકના સત્ય ગુણ પ્રગટાવવા માટે તેમના હૃદયમાં સારી અસર થઈ. પાછળથી આજોલના ભંડારમાંથી સમવાયાંગ સૂત્ર તથા ઉવવાથી સૂત્રને ટો વાંચી સાર ભાગ ગ્રહણ કર્યો હતો. - તત્ત્વાન્વેષી આત્મા સાર તરફ હંમેશાં રુચિ રાખે છે. એક વાર અમદાવાદના પ્રવાસે જતાં, ત્યાંના ભેજક મહાસુખભાઈ સાથે પોતે સર્વ ઉપાશ્રયોની યાત્રાએ જઈ આવ્યા. ત્યાં વસતા દરેક સાધુ-મુનિપુંગવોને દર્શન-વંદન કરી આવ્યા. સર્વ ઉપાશ્રયોની મુલાકાત સાથે તેમણે શ્રી. શાંતિસાગરજીના ઉપાશ્રયની પણ મુલાકાત લઈ લીધી. શ્રી. શાંતિસાગરજીની તાત્વિક ભિન્ન માન્યતાઓને કારણે એ વેળા કેટલેક વર્ગ તેમના તરફ ભારે તિરસ્કાર કેળવી રહ્યો હતો. તેમના ઉપાશ્રયમાં જનારને માથે ભારે જોખમ રહેતું. એ ઉપાશ્રયના દ્વાર પર ચડનારનું સમકિત તે જાણે તે જ વેળા નષ્ટભ્રષ્ટ થઈ જતું. પણ ક્ષીર–નીરના વિવેકી આ હંસને એની ચિંતા જ નહોતી. એ હંસને ચંચુપાત ક્ષીરમાં જ થવાનો હતે. શ્રી. શાંતિસાગરજી મૂળ પૂ. રવિસાગરજી મહારાજના શિષ્ય હતા. પછી મુનિવેશ છેડી દીધો. તેમના ઉપાશ્રયના શ્રાવકોએ બહેચરદાસના મુમુક્ષુ આત્માને ઓળખે. પૂર્વગ્રહેથી એ વિમુક્ત આત્માને પોતાનું મંતવ્ય સમજાવ્યું, વિવિધ બોલ રત્નાકર વગેરે પોતાના ગ્રંથ બતાવ્યા. શાંતિથી અરસપરસ વિચારોની આપ-લે કરી. આ મુલાકાતના અંતે શું મેળવ્યું, એની નેંધ નીર-ક્ષો-ન્યાયનિપુણ હંસે નીચેના શબ્દમાં કરી. દરેક ક્રિયાનું ખરું રવ સમજવું અને ધર્મની ક્રિયાઓ કરવી. ક્રિયા કરતાં કરતાં જ્ઞાન કરવું ને For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy