SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Jવા 18 [] 'ys !!):05 Jકt25 Jay be subji Je 'big gre | Jagya | G fie}}%, ઇરાદા | SIJJAT Jર 25 વીડ/se J228 5 કિI%25JE VSSS SS _15*5:51 352 35 કરો )) 1 I J ) 231 4 J, વાઈ ઉપાડ વાઈ 4 yrs ago ji[F[5 ]] ] [igણાગાળાવ j) $30'S $212 FORD F USSUMPSED રી પંથનિર્માણ [૧૩] પ્રભાતની સુરખી ઊડતી હતી. મધ્યાન્ડને આતશ જલતો હતો. વિદ્યા ધ્યયનને કાળ લગભગ પૂરો થવા આવ્યો હતો, ને વ્યવહાર-કાળ ગંભીરતા સાથે સામે આવીને ખડા હતે. અભ્યાસ, આશા ને ઉલ્લાસના સુંદર પ્રભાતકાળમાંથી પસાર થતા આ વિદ્યાથીની સામે જીવનની વિષમતાઓ, આર્થિક વિટંબણાઓ ને ધ્રુવતારકની તમન્નાને મધ્યાહુંકાલ તપવા લાગ્યો હતો. તત્ત્વમંથન કરનારું મન હવે રાતદિન જીવનમંથન કરવા લાગ્યું હતું ! | આશાઓ મોટી બાંધી હતી. આકાંક્ષાઓને કોઈ પાર નહોતો. મોટા બનવાની મનોભાવના હૃદયમાં ઘર કરી રહી હતી. સંસારના અનુભવથી બિનવાકેફ બહેચરદાસ જેટલા જેશી મળતા એટલાને હાથ બતાવતા, પૂછતા; કહા જોશીજી, હું મોટો માણસ થઈ શકીશ ?” “ જરૂર. તારા ગ્રહયોગ એ જ વાત કહે છે. ” જ્યોતિષીઓની આ વાણી બહેચરદાસના ભાવકને વધુ ઉશ્કેરી મૂકતી. મેટા બનવું, મહાન કાર્યો કરવાં, વગેરે અનેરાં દિવાસ્વસો આવતાં. રળિયામણી કાલ્પનિક ઇમારતો જોતજોતામાં 'ખડી થતી હતી. પણ કલ્પના અને સ્વપ્નથી સંસારયાત્રા થાડી ખેડાય છે ? વાસ્તવ જીવન સામે ખડું થતાં એ મૂંઝાઈ જતા. વિદ્યા તે મેળવી, વિચારબળ પણ લાધ્યું; પણ જે જીવનરણ સામે આવીને સામે ખડું હતું, એને વીંધવામાં જો નિષ્ફળતા મળી તે બધુંય નિરર્થક હતું. કેટલાયે બુદ્ધિશાળી વિદ્યાથીઓ આ વ્યવહારજીવનનો નિર્ણય કરવાની અશકિતને અભાવે નગણ્યવત જીવન ગુજારી રહ્યા હતા. ઘણા તેજસ્વી તરુણા આર્થિક જીવનકલહમાં હારીને નિરાશાના કફનમાં વીંટાઈ જીવતા મૂએલા જેવા પડયા હતા. ઘણાય હોંશભર્યા, પરણીને, બાપને ધંધે વળગી, પછી ગૃહકલેશમાં નષ્ટભ્રષ્ટ થતા જોયા હતા. બુદ્ધિધન બહેચરદાસને લાગ્યું કે વિદ્યા પ્રાપ્ત For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy