SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ એવી ઉદાત ભાવનાવાળા બીજા પ્રસંગે સાંભરતાં હદય ભરાઈ આવે છે. ધન્ય! આ ભાવના. “ The love which survives the tomb is one of the noblest attributes of the sonl. If it has its woes, it bas likewise its delights." Washington Irving. મૃત્યુ પછી પણ ટકી રહે તો પ્રેમ એ આત્માને એક ઉમકામાં ઉમદા ગુણ છે. જેમ તેનાથી દુખ થાય છે તેમ તેમાં આનંદ પણ સમાય છે.) શીંગ્ટન ઈરવીંગ. જેમ એક મધમાખી અનેક સુવાસ ભર્યા પુષ્પ પર બેસી તેમાંનું મધ ચુસી લઈ મધપુડામાં સીંચે છે તેમ આ મહાત્માએ ભિન્ન ભિન્ન ધર્મોના અનેક પુસ્તકોનું અધ્યયન કરી, ધ્યાન દિથી તેમાંના રહસ્યને અનુભવ કરી. તે અમુલ્ય તને પિતાના ગ્રંથમાં સમાવેશ કર્યો છે. એટલું જ નહીં પરંતુ પિતાના જીવન તેમજ ચારિત્રને સ્વપુસ્તકને પાને પાને ઓતપ્રોત કરી દીધાં છે. પિતાના ભાવીક શિષ્ય તેમજ ભકતેનેજ નહિ, પરંતુ સમસ્ત જગતને એમણે એ પુસ્તકમાં ઉપદેશ દીધો છે. એજ એમને જીવન સંદેશ છે. ગુરૂવર્ય હવે નથી. એમને દેહ પડયો છે ઈત્યાદી વિચારેથી ખરેખર એમના ભાવિક શિષ્યને દુઃખ થયા વિના રહેતું નથી. પરંતુ જે પ્રેમથી વિરહાવસ્થા ઉત્પન્ન થાય છે તેજ પ્રેમથી આનદાવસ્થા પણ ઉત્પન્ન થાય છે, વિરહમાં દુઃખ છે, પરંતુ સમાગમમાં આનંદ છે. સદ્દગતનું શરીર પડતાં હવે એમના ભકતોને એમના ગ્રંથોમાં સમાયલા ઉપદેશનાં મનન, તેમજ તદનુસાર મન, વાણું, અને કમથી આચરણ એ શિવાય અન્ય શુ હોઈ શકે ? For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy