SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ આતમભારત અસંખ્ય પ્રદેશે, ધ્યાનમરૂમાં છતી; મુક્તદશા મેવાડમાં વહેતી, દેખે ગીપતિ. આ સમતા ૬ આત્મજ્ઞાન ગુજરાતમાં વહેતી, બ્રહ્મસાગર ભળી જતી; બુદ્ધિસાગર સમતા સાબર, પ્રગટી સુખમય છતી.આ સમતા ૭ પેથાપુર, ગોજારા (ગુરૂ) બેટમાં आत्मदर्शनदशा. (રાગ ઉપદને.) આતમ આપોઆપને મળ્યા, દર્શન પન્થના જઘડા ટળ્યા; મનમાં શુભાશુભ ભાવ રહે નહિ, આતમ નિજમાં ઠર્યા; મોહ કર્મ શયતાનની સાથે, લડીને નિજ ગુણ વર્યા. દર્શન આ૦ ૧ સવ ધર્મ મત પન્થમાં સમતા, પ્રગટી ભેદે હર્યા, કેવલજ્ઞાનને કેવલ દર્શન, સુખથી આતમ ભર્યા. દર્શન આ૦ ૨ અનંત ગુણ પર્યાય સ્વરૂપ, ચિદાનંદમય ખરા. બુદ્ધિસાગર આત્મપ્રભુની, લહેરે ઘટ ઝળહળ્યા. દર્શન આ૦ ૩ - પેથાપુર. आत्मप्रभुचैत्यवन्दन तथा स्तवनम्. હરિગીત છંદ ચાલ. અસંખ્ય પ્રદેશી આતમા પરબ્રહ્મ તુજ વંદન કરૂં. તુ અલખ અરૂપી અજ અવિહડ આપ આપને સંરમ. જગનાથ જગતારક વિભુ નિર્મલ પ્રભુ પરમેશ્વરા, એક શ્વાસમાં સવાર સમરું વંદુ સ્તવું જગદીશ્વર તું નૂરને પણ નૂર છે તે જોતિની પણ જ્યોત છે, અરિહંત જિન તું સિદ્ધ છે તારે જગત ઉદ્યોત છે For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy