SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૫ રહ્યાં. વિશ્વ. દયા ધર્મનું મૂલ, વિશ્વમાં દયા ધર્મનું મલ; દયા વિના સહ પૂલ. દયા વિનાના ધર્મ નકામા, ટીલા ટપકાં ફેક; દયા વિનાનાં શાસ્ત્રો કાચાં, સમજે સર્વે લોક. વિશ્વ. ૧ દયા વિનાનાં રાજ્ય નકામાં, દયા ને ત્યાં શો ધર્મ, દયા વિનાના દેવ નકામા, પ્રગટે પાપનાં કર્મ. વિશ્વ. ૨ દયાવિનાનું સત્ય નકામું, દયા ખરૂં છે સત્ય; દયા વિનાના ભૂપે ખાટા, દયા થકી શુભ કૃત્ય. વિશ્વ. ૩ દયા ગંગા કાંઠે ઉગે, તૃણ સમાં સહુ ધર્મ દયા નહીં ત્યાં ધર્મ નહીં છે, સમજે સાચું મર્મ. વિશ્વ. ૪ દયા પ્રગટ ત્યાં ઈશ્વર નક્કી, દયા ત્યાં ગુરૂજી હાય; હિંસામાં નહીં ધર્મકદાપિ, સમજ્યાથી સુખ જોય. વિશ્વ. ૫ રકતમાંસ ભક્ષણથી પાપ જ, પ્રાણી વધથી અધર્મ, જીવને દુઃખ દેતાં હિંસા, મળે ન તેથી શર્મા વિશ્વ. ૬ દયા ધર્મમાં ત૫ જપ સંયમ, યોનું ફળ હોય; દયાભાવથી ડગલે ડગલે, યજ્ઞકેટિ ફલ જોય. વિશ્વ. ૭ મનવાણું કાયાથી અહિંસા,-કારક પોતે ઇશ; દયાવંતથી પ્રભુ ન જૂદા, ભાખે વીર જગદીશ. વિશ્વ. ૮ દયાવૃત્તિ છે ઈશ્વર પ્રેરિત, હિંસા મોહે થાય; મત કદાગ્રહ પક્ષપાતને, છેડે અહિંસા પાય. વિશ્વ. ૯ સ્વાધિકારે યથાશક્તિથી, કર દયાનાં કર્મ, દયા થકી પુણ્ય થાય છે નક્કી, સમજી છેડે અધર્મ. વિશ્વ. ૧૦ દુ:ખી દીનને પશુ પંખીની, દયા કરે નરનાર; બુદ્ધિસાગર દયા કરંતાં, પ્રભુ મળે નિધોર. વિશ્વ. ૧૧ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy