SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ मुक्तिमहेलनां चउद पगथियां. ભક્તોને શીખામણ સાચી બેશ છે; મુક્તિ મહેલમાં જાવાની સુખકારજે, ચઉદ પગથિયાં મુક્તમહેલનાં જાણીને; ચઢે પગથીએ વેગે નરને નારજે. ભક્તને. ૧ પહેલું પગથિયું સાધુસંતની ચાકરી, સન્તની સંગત કરતાં થાય વિવેક, મિથ્યાભ્રાંતિ ભાગે સન્ત સમાગમે; પ્રભુ મહાવીર ભજતાં પ્રગટે ટેક. ભક્તને. ૨ બીજું પગથિયું દયા ધર્મનું જાણીને તેપર ચઢશો દયા કરી નિર્ધાર, સર્વધર્મનું મૂલ દયા દિલ લાવશે, દયાપ્રવૃત્તિ આચરશે સુખકારજે. ભક્તને. ૩ ત્રીજું પગથીયું સત્યને શું છે ક્ષમા પાચમું ધીરજ છઠું સાચો પ્રેમ, સાતમું તને આઠમું સાચી ભાવના, બ્રહ્મચર્ય નવમું જેની શુભ નેમજે. ભક્તને. ૪ દશમું ગુણને રાગને નિન્દા નહીં કદિ; એકાદશમું આત્મવીરનું ધ્યાન, બારમું ભક્તિ તેરમી સત્ય સમાધિ છે; શુભાશુભ બુદ્ધિ નહીં માના માનજે. ભક્તને ૫ આત્મબ્રહ્મમાં પૂર્ણ રમણતા ચામું, ચઢતાં રહામા વીરપ્રભુ દેખાય છે, જેની તિ અનંત ઝળહળ ઝગમગે; નિરખતાં નહીં આનંદ દિલમાં માયજે. ભકતને. ૬ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy