SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ધર્મતત્ત્વ સમજે નહીં, મન રાખે અહંકાર; મૂઢ જૈન તે જાણુ, કરે ન સમજી સાર. ગદ્ધા પુછ કદાગ્રહી, ત્યજે ન જૂઠ પક્ષ, કદાગ્રહી શ્રાવક અરે, થાય નહીં જગદક્ષ. ક્યાં જાવે ત્યાં તેહ, ક્ષણ ક્ષણમાં થઈ જાય; સત્ય જૂઠ જાણે નહીં, ક્ષણિક શ્રાદ્ધ કથાય. વિના વિચારે બોલત, કરતો તાણતાણ; ક્ષેત્ર કાલ અનુભવ વિના, શ્રાવક મૂખ પ્રમાણ. ઉદ્ધત ને અવળે બની, લોપે ધર્માચાર, સિદ્ધાન્તને લોપતો, નાસ્તિક શ્રાવક ધાર. જાળવવા વ્યવહારને, ધરે બાહ્યથી ઓળ; વંચક શ્રાવક જાણવા, અતરુ વતે પોલ. પાપીને પોષે ઘણે, દેના ગુરૂને દાન; કુપાત્ર દાતાતે કચ્ચે, લહે ન સ્વર્ગ વિમાન. સાધુ સામા જે થતા, રહે ન તેને વંશ, સાધુ શાપ લાગે સહી, થાયે સુમતિ ભ્રંશ. મુનિના દ્વેષી શ્રાવકે, અંતે બહુ સદાય; ઉગ્ર પાપ તુર્ત જ ફળે, આંખે તે દેખાય. કકળાવે સદ્દગુરૂતણી, આંતરડી તે દુષ્ટ; આ ભવમાં દુ:ખી થાત, અન્ત થતો જ ભ્રષ્ટ. સાધુથી નિજને મહા, માને તે સદાય; લઘુ થઈ શ્રાવક સંચરે, તે જગ સુખિયે થાય. સાધુ સન્ત પરાભવે, તે શ્રાવક ચંડાલ; પગ પગ લહે પરાભવ, લહે ન કોનું વ્હાલ. સાધુ સંત સતાવતાં, પુણ્ય કર્યું વિસાય; પાપકર્મ બાંધે ઘણું, ભેગવતાં ક્ષય જાય. હાંસી ભલી ન સાધુની, ભલું ન મુનિ અપમાન ભલે ન મુનિવર દ્રોહ જગ, સમજે ચિત્ત સુજાણ. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy