SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન સંગ્રહ. બળતી જવાલાએ કહે, તન રંગ પતંગ; ભસ્મીભૂત સઘળું થતું, કર સન્તને સંગ. ફઠ ફટ ફાટી હાડકાં, સમજાવે નરનાર; ચેત્યા તે સુખ પામિયા; શેષ લહ્યા ફટકાર. ચંદન રસ લેપ્યું વપુ, બળે મશાણે દેખ; ના કર કાયા ગાર, નજરે માનવ પખ. જમીન માટે ઝૂઝતા, વજુઓ તેનાં રાખ; બની ગયાં દેખી અરે, સાચું જગમાં ભાખ. ખરી ખેરી બાળતાં, મડદાં કુટુંબી વર્ગ. આંખે આવું દેખીને, કરે ઘટે ન ગર્વ. નામ ન નિશાન ન કેઇનાં, રહ્યાં જગત્માં માન; નામ રૂપમાં મુંજ ના, સમજાવે જ મશાણ. રાખથકી કાયા બની, અને રાખ જ થાય; નજરે દેખ મશાણને, ખાખે ખાખ જણાય. મહીં ભયંકર લાગતું, રાત્રે દેખ મશાણ; ચતુર્ગતિ સંસાર આ, મશાણ નિશ્ચય જાણ. ભવ સ્મશાને જીવ સહુ, બળતા ક્ષણ ક્ષણ જાણ; ઉગરે સાચા સાધુઓ, વૈરાગી ગુણ ખાણ. રમશાન સંસારે અહે, શરણ સદાગુરૂ દેવ; કામ મેહ ચિતા ત્યજી, ખરી ભકિતથી સેવ. પ્રભુ ભકિતમય મનથી, ઉગરે ધમી જીવ; ભવ પીડા દૂર કરી, થાવે જીવન શિવ. ભવ શમશાને કાં પડે, ચેત ચેત નર ચેત; વૈરાગી થાવા ખરે, સ્મશાનને સંકેત. કવ્વાલી. ખુદાને ઢંઢનારાઓ, સ્મશાનમાં ભમે જાગી; ખુદાની વાનગી મળશે, થતાં મનમાં જ વૈરાગી. ભભૂતિ અંગપર ચોળી, ફકીરી ચિત્તમાં ધારી; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy