SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૦ ભજનપદ્ય સંગ્રહ. ખરી વેળા મળી જાણી, સહી લે દર્દ વાનું તું. ધરી મન શાહુકારીને, વિપાકે વેદ સમભાવે; નવાંને બાંધ ના જ્ઞાની, સહી લે દર્દ વાનું તું. ખરા ઉત્સવતણા દિવસે, વિપાકે વેદતાં હવે; ખરેખર જ્ઞાનીના મનમાં, સહી લે દર્દ વાનું તું. બચે ના કર્મથી કોઈ, ગતિ છે કર્મની ન્યારી, દશાના રંગ છે જુદા, સહી લે દર્દવાનું તું. ઉદય આવ્યું જ ભેગવવું, ગમે તે તે ક્ષેત્રને કાલે; બુદ્ધ બ્ધિ ધર્મશ્રદ્ધાથી, પરમબ્રહ્મ સદા સાથે. સંવત ૧૯૭૩ ના આસે વદિ ૧૩ શનિવાર પત્ર. ) સુશ્રાવક શેઠ જગાભાઈ, દલપતભાઈ ધર્મલાભ; વિહારે હાલ પ્રવૃત્તિ રે, થાતી ગામો ગામ. વિહારે વહેતું પાણી નિર્મલું રે, વહેતા સાધુ પવિત્ર પ્રતિ બંધન છૂટે ઘણુંરે, નિર્મલ થાતું ચિત્ત. વિહારે. ૧ જિજ્ઞાસુ સજજન ઘણુરે, લેતા ધાર્મિક લાભ; પ્રભુ ભજનની ધૂનમાં રે, મન જેમ નિર્મલ આભ, વિહારે. ૨ આત્મભાવ પરીણામની રે, આનન્દ ઝાંખી જણાય; કહેવાતું નહિં શબ્દથી રે, વેદાતું નિજભાવ. વિહારે. ૩ મોટાઈ જે બાહાની રે, તેમાં પલપલ; અહંવૃત્તિ ત્યાં સુખ નહિ રે, મેહતો જ્યાં કેલ. વિહારે ૪ હું તું ત્યાં સુખ દૂર છે રે, હું તું નહિ ત્યાં સુખ, આત્મ દશા એવી થતાં રે, નાસે સઘળાં દુ:ખ. વિહારે પ ધ્યાનીને એકાંતમાં રે. સુખ ભાસે નિજ પાસ; વિચારતાં નિઃસંગથી રે, આત્મધર્મ વિશ્વાસ. વિહારે ૬ બાહ્ય ક્ષેત્રે વ્યવહારથી રે, નિશ્ચય આત્મપ્રદેશ, For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy