SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૧૫ જગનું સર્ટીફિકેટ કદિએ, આવે નહીં નિજ કામ, આત્મભાવથી આત્મસાક્ષીએ, થાશે નિજ સુખધામ; નિશ્ચય જે એ મનમાં રે, તે શું બીજું પરવડે. દુનિયાને ૩ વંદાવા પૂજાવા અર્થે, વૃત્તિ ચેષ્ટા થાય, ત્યાં સુધી નિષ્કામ દશા નહીં, અનુભવથી સમજાય; સમજીને એવું મનમાં રે, મેહભાવે શાને મરે. દુનિયાને ૪ દર્શન જ્ઞાનાદિક ઋદ્ધિનું, નિજ ચેતન છે સ્થાન, સતત એ ઉપગી શૈ, ક્ષણ ક્ષણ થા ભગવાન; બુદ્ધિસાગર સેવે રે, પ્રભુ પદ શાન્તિ વરે. દુનિયાને પ વિજાપુર. માઘ વદિ છે મંગળવાર ઋવિરપુરનું વર્ણન. --- જન્મભૂમિ યકારી, વિજાપુર જન્મભૂમિ જયકારી, સંવત્ નવ સત્તાવીએ રે, વિદ્યાપુર વસેલું; વર્ણ અઢારે શોભતું રે, શૂરવીરમાં પહેલું. વિજાપુર૦ ૧ બીજીવાર વસ્યું અહીં રે, કુંડની પૂર્વે પહેલું ત્રીજીવાર આ છે અહીં રે, લેકવદન્તી કહેલું. વિજાપુર ૨ પદ્માવતીનું દેહરૂ રે, પ્રાચીન સૈથી કહાયું મુસલમાન આવ્યા પછી રે, હિન્દુ પૂર્વે સુહાગ્યું. વિજાપુર ૩ કુંડ મનહર શેભત રે, ઝાડી વૃક્ષની ભારી; આંબાનાં વૃક્ષે ઘણાં રે, કલ્પવૃક્ષ અવતારી. વિજાપુર ૪ નવ જિનમન્દિર શોભતાં રે, જન્મજરા ભયહારી; દશ પિષધશાલા ભલી રે, ધર્મિ જનસુખકારી. વિજાપુર૦ ૫ કવિકુલત્વ શક્તિથી રે, જનમન રંજનકારી, બારોટે કવિ વસે રે, બહુ વસતા વ્યાપારી. વિજાપુર૦ ૬ ગાયકવાડી રાજ્યમાં રે, શ્રેષ્ટ પણે વખણાતું; પંડિતે અહીં જન્મતા રે, સાર્થક નામે સુહાતું. વિજાપુર ૭ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy