SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૩૫ ચર્મચક્ષુથી દેખતાં રે, વહુરૂપી નિરખાય; ઈન્દ્રિયાતીત તું કહ્યો રે, જા ન ઇન્દ્રિયે જાય. પ્રભુ. ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ; રાગદ્વેષથી ધ્યાવતાં રે, થાય ને શુદ્ધ પ્રકાશ. પ્રભુ. ૩ દર્પણ સમ મુજ ચિત્તમાં રે, વ્યાપક કયાંથી માય; તુજ સ્વરૂપ થયા વિના રે, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુ. ૪ જિનરૂપ થઈજિન ધ્યાવતાં રે, ધ્યાવવું હારું થાય; વીરપ્રભુ દિલ ધ્યાવતાં રે, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ. ૫ સં. ૧૯૬૯ આધિન શુદિ છે. » વિષયવચ. * વિજયનાં વાદ્ય વાગે છે, ઉઠી સહ લોક જાગે છે; ગુરૂને પાય લાગીને, વિજયની શિખ માગે છે. હદયનું અન્ન ખીલે છે, અખંડાનન્દ ઝીલે છે; ઉગી ભાનુ તિમિરદળને; ગુહામાં ખૂબ પલે છે. પ્રતિજ્ઞા કાર્યની થાતી, અશક્તિ દૂર સહુ જાતી જગની ઉન્નતિ વેળા, ખરેખર આજથી થાતી. અમારા આત્મની સાચી, સમુત્કાન્તિ થતી આજે; વિચારે સાખ પૂરીને, ગગનગઢમાં ચઢી ગાજે. વિજય વૃદ્ધિ સદા થાતી, અમારી ભાવના જ્યુરે; બુદ્ધબ્ધિ મંગલ પામે, વિજેતામાં રહી પૂરે. સં. ૧૯૬૯ આધિન સુદિ ૧૦. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy