SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૧૭૭: મળીને દીલથી દિલજ, રતાં ઐક્યભાવે એ, થઈને મરજી પ્રેગે, ભૂલી જા ભેદને ભડકે. અરે એ કેફ છે ન્યારી, ખરેખર ભાંગ ગાંજાથી, વિશુદ્ધ પ્રેમની કેફે, ભૂલી જા ભેદને ભડકે. ૮ સકલ આ વિશ્વ છે નહિ જ્યાં, સકલનું દાન જ્યાં થાતું; બુદ્ધયશ્વિશુદ્ધ પ્રેમી , ભૂલી જા ભેદને ભડકે. ૯ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૪ © wટી મે. , રાગ ધીરાના પદને. કપટીથી મેળ ન કરશે રે, કપટી કાળો કેર કરે, મુખે બેલી મીઠું રે, હૈડામાંહી કાતી ધરે, ચાલે જૂઠું બોલે જૂઠું, મનમાં ભિન્ન વિચાર, મેળ કરે નહીં મનથી સાચે, દુર્જનતા ધરનાર; ફસાવે ફાંસીમાંહી રે, હિતસ્વીના પ્રાણ હરે. કપટી. ૧ ઈર્ષાથી અન્તમાં દાઝે, વાણુમાંહી વહાલ, જીજી કરતો જીવ હણે ઝટ, કળામાં કેળવે કાળ; હાલામાં હાલો થઈને રે, આંખે અશ્રુ લાવે ખરે. કપટી. ૨ બાજી રમત કપટ થકી બહુ, મેળવિષે બહુ ઝેર, લલચાવે યુતિથી લોભે, ફંદ ધરી કરે ફેલ; ભેળાજન ભરમાવે રે, બેલી બેલંતુત ફરે. કપટી. ૩ પાપભીતિને ચિત્તધરે નહિ, વિષના લાડુ સમાન, ઢંઢાના જે જ્યાં મળજ, કુંદે ફસે નાદાન; સમજુ તે સમજે સાને રે, ચેતીને ચિત્ત સત્ય વરે. કપટી. ૪ સ્વાર્થવિષે સપડાતા લેકે, પામે દુ:ખ અપાર, મરણ વસે કપટીના મેળે, સમજુ ગ્રહ સત્ય સાર; બુદ્ધિસાગર બધે રે, સત્ય મેળે કાર્ય સરે. કપટી. ૫ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૭. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy