SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ભજનપદ સંગ્રહ, નેમિ મેઘવણ મન ચાતક તલસી રહ્યું, વિરહસર્પના વિષની લાગી; ઘેન જે. નેમ. ૮ મહે જાયુંતું વર્ષો તે હાલી થશે, વર્ષોની ઝડીએ ઘડીયાં મન દુઃખજે; બની બાવરી વર્ષા ઉની થઈ રહી, દુ:ખ જાણે જેના મન લાગી ભૂખજે. નેમ. ૯ નેમ નેમ કરતી હું જરૂખે ઝૂરતી, દયા દુઃખીની લાવો ત્રિભુવન નાથ; બુદ્ધિસાગર કરૂણા દિલમાં લાવીને, પ્રેમે હાલા ઝાલો મારો હાથજે. નમ, ૧૦ 62 कुपन्थ पाखंड - રાગ ધીરાના પદને. પન્થના પાખંડે રે, ભેળાજન ભરમાય છે; માયામાંહી મુંઝી રે, અંધારે અથડાય છે. પન્થોના નવા નવા પાખંડી જાગે, ભેળવે ભેળા લોક, કુમતમાં કપટે જગ પાડે, પામર મારે કયાં પિક, ધતીંગની ધમાલે રે, મૂઢ જનો મુંઝાય છે. પાના. ૧ કળા કેળવે કંચન માટે, રામાનો મનરાગ, ઉદર પિષણના ઉચાટે, દિલમાંહિ ધરતા ડાઘ; અળસીયાંની પેઠે રે, ઉડીને ઉભરાય છે. પન્થોના ૨ વાડામાંહી વનચર જેવા, બંધાયા જનમાળ, ટીલા ટપકાં કંડીમાળા, આશા આળ પંપાળ; મિથ્થા ધમે મહાલે રે, પ્રભુ નડીં પરખાય છે. પન્થના૩ જૂઠી જણાવી જગને માયા, વિત્ત ધરતા વહાલ, લાખ ઉપાયે લક્ષ્મી લેતા, ખરે ન કરતા ખ્યાલ; મેહમાં મુંઝેલા રે, ગુરૂઓ તેહ ગણાય છે. પન્થના૪ પૈસા માટે પલ્થ ચલાવે, મારે વિષયે માંજ, લુલીને અંધાનું લગ્ન જ, ખરાની કરે કઈ ખેજ; અંધાની પાછળ અંધ રે, અજ્ઞાને અટકવાય છે. પત્થાના૫ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy