SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩ ૭ पर; લાગે સરીખા બાઢાથી તમ ભારથી સવે અરે, બુદ્ધચબ્ધિ અન્તર્ ગીતમતેજ ભેદજ લે ખરે. +हंसनी अन्योक्तिमां उपदेश. १५ સાથે રહ્યો સાથે વહેં વાત કરી સાથે રહી, હાલો ઘણે દિલને થયે પ્રીતિ ખરી મેં નિર્વહી; દિલ લઈને દિલ આપીયું ને એક્ય બન્નેનું થયું, તે નીચને સંગત ક્યો જે કૂળ હારૂં ક્યાં ગયું. ૧ વિશ્વાસને ઘાતક બને એ કાકની સંગે અરે, ઉત્તમ જનો પણ નીચની સંગે લઘુતાને વરે, ઉજ્વલ અરે તું જ જાત છે પણ સંગથી કાળો થયા, આંબો અહે એ નીંબની કલમે કટુકજ થઈ રહ્યો. ૨ જે સૂક્ષમમાં અસર થતી તે સ્કૂલમાં દેખાય છે, મનમાં વિચારે જે ફરે તે દેહમાં પરખાય છે; જે જે કર્યું સંગે રહી વિપરીત તે જાણે હવે, દષ્ટિ ફર્યાથી સગુણેને દોષ રૂપે જગ લાવે. ૩ નિજ દષ્ટિ તેવી સૃષ્ટિ પણ બદલાય એવું લાગતું, સંગ પામી ચિત્તડું તેવું બનીને જાગતું; - તારા વચનના ઘાવ મારા દિલમાં પડતા રહ્યા, બદલાય ના નિજ ધર્મને જાણે અરે જે દુ:ખ લહ્યા. ૪ પરિપક્વ બુદ્ધિ વણ અરે બદલાય મન સંગત લહી, એ સંગતિને દેષ શે? નિજ વૃત્તિ સ્થાને ના રહી, તું જોઈ લે નિજ દીલમાં સાચું વિચારે ભાસશે, તું આવ પાસે સંગથી રંગજ હૃદયમાં વાસશે. ૫ ચાર ચરે તું મોતીને આહાર એ ત્યારે ખરે, એ વાત મનમાં લાવીને કાકેથકી પાછા ફરે; નિજ ભૂલથી પસ્તાઈને શુદ્ધ જ અને ઉત્તમ બની, બુદ્ધચબ્ધિ અન્તરૂમાં કથી એ મિત્ર પ્યારા હંસની. ૬ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy