SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવને બાહ્યદશામાં ભટકવાને ત્યાગોપદેશ જીવનજી બારણે મત જાજેરે. એ રાગ. જીવલડા બાહ્યમાં નહિ ફરજે રે, ભવસાગરને ઝટ તરજે. જીવલડાઇ આઠ કર્મની સાથે લડજો રે, મહા મેહની સાથે વઢજો રે; શિવપુર નિસરણીએ ચડજે. જીવલડા. ૧ આશ્રવ દ્વારે દીજે તાળું, કરીએ કુમતિ મુખ કાળુરે; સુમતિ પર થઈએ કૃપાળુ. . જીવલડા. ૨ ચારની સાથે મૈત્રી બાંધેરે, સુરતા સાથે સંબંધ બાંધો રે; વિવેકમાં પડશે ન વધે. * જીવલડા. ૩ ચારિત્રની બાજી રમજોરે, અનુભવનાં ભજન જમજે, પાંચ શત્રુને વશ કરી દમજે. જીવલડા. ૪ બારને નિજ ઘરમાંહિ લાવે રે, સતી સમતાને પ્રેમે મનાવો રે; ધર્મ ધ્યાનને કરજે વધાવે. જીવલડા. ૫ ક્ષમા છત્રને શિરપર ધરજે રે, જિનવર વાણી અનુસરજે રે; કહ્યું ઉપયોગનું ઝટ કરો. જીવલડા. ૬ પ્રભુ ભક્તિની ભાંગ વટાવરે, દયા ધ્યાનને સાથ મિલાવે રે મન પ્યાલામાં ભરીને ચડાવે. જીવલડા૦ ૭. સેળને તત્ક્ષણ શિખ દેજે રે, સત્તરને હૃદયમાંહિ વહેજો રે; નવને નિર્ભય થઈ લેજે. જીવલડા. ૮ જ્ઞાનદીપકનું અજવાળું રે, ટાળે મનમાં થતું હારું લ્હારૂં રે; કહ્યું મનનું ન કરશે નઠારૂં. જીવલડા. ૯ બારની કરિજે નિત્ય યારીરે, ત ત્રણની સંગે નઠારી રે; સત્તાવનની સેવા સારી. જીવલડા. ૧૦ વીશની સેવા સુખકારી રે, શુદ્ધ રમણતા ગણજે પ્યારી રે; બુદ્ધિસાગર મંગળકારી. જીવલડા૦ ૧૧ મુ, સુરત, For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy