SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ભજન પદ સંગ્રહ, ' પાછ પાજી શું કહે છે, પાજી પોતે પખ; અન્તર ગુણનું દાન કરે નહીં, સાચે પાજી લેખ, સુણજે. ૩૦ ફૂલણ ફૂલણ શું કહે છે, મન ફૂલે ફૂલાય; નહિ જેનું મન ફંદે, ફૂલણ નહીં કહેવાય. સુણજે. ૩૧ બળી બળીયે શું કહે છે, બળીઆ ગયા મશાણ; રાવણ પાંડવ કૌરવ હૈદ્ધા, રહ્યાં નહીં નિશાન. સુણજો. ૩૨ ભંડે ભૂંડે શું કહે છે, ભૂલ્યા તે તે ભૂડ; પ્રભુ ભજનમાં ભાવ ન વર્તે, તે ભવ જલધિ ગૃષ્ઠ. સુણજો૩૩ ભૂલ્યા ભૂલ્યા શું કહે છે, ભૂલ્યા ભણીને વેદ; જ્ઞાની ધ્યાની તપી જપીને, માયા આપે ખેદ. સુણજે. ૩૪ ભટક્યા ભટકયા શું કહે છે, ભટકે રણનું રેઝ; ભટકયા નહીં તે જગમાં જેગી, કીધી આતમ ખેજ સુણજો. ૩૫ ભેળા ભેળા શું કહે છે, ભેળા જન ભરમાય; પર સ્વભાવે જે જન રમતા, ભેળા તેહ ગણાય. સુણજે ૩૬ યાચક યાચક શું કહે છે, યાચક ઇંદ્ર ગણાય; પરપુગલ ભીખની આશામાં, સહુ દુનિયા ભટકાય. સુણજે. ૩૭ યાચક સાચા આતમ ધનને, ચાચે તેહ ગણાય; જ્ઞાની ધ્યાની યાગી સાધુ, ધન ધન યાચક રાય. સુણજો. ૩૮ રામા રામા શું કહે છે, રામા ભવનું મૂળ; રામા રાગે રામ ન મળશે, અંતે ધૂર્તધૂલ. સુણજો. ૩૯ રામ રામ જપતાં જે જાગે, હવે જન તે રામ; આતમ તે પરમાતમ રૂપે, સાચા જાણે રામ. સુણજો. ૪૦ રાગી રાગી શું કહે છે, જૂઠા જગના રાગ; આતમ રાગે જે રયા, ધન ધન તે સૌભાગ્ય. સુણજે, ૪૧ લાલચ લાલચ શું કરે છે, લાલચને નહિ અન્ત; લાલચ ત્યાગી રાગી જગમાં, શોભે સાચા સન્ત. સુણજે, ૪૨ વૈરી વૈરી શું કહે છે, વૈરી આપોઆપ; વૈર સમાવે સમતા આવે, નાસે સહુ સન્તાપ. સુણજે. ૪૩ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy