________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તકમાંના ઘણા પ્રસંગે તે આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમગ્ર જીવનને આવરી લેતા સ્વ. જયભિખુએ લખેલા ચરિત્રમાંથી લીધા છે, જયારે કેટલાક પ્રસંગે આદરણીય મુનિશ્રી “વાત્સલ્યદીપ”જી પાસેથી તેમજ શ્રાવ અને પ્રગટ થયેલા અન્ય સાહિત્યમાંથી સાંપડયા છે. આ અંગે મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. જયભિખુના સાહિત્યિક ઋણને તો જેટલો સ્વીકાર કરું તેટલો ઓછો છે.
આ આખું ય પુસ્તક મારા પિતાશ્રીના મોટાભાઈ અને જૈનસાહિત્યના પ્રખર અભ્યાસી અને લેખક પૂજય રતિલાલ દીપચંદ દેસાઈએ તપાસી આપ્યું છે અને કેટલાંય કીમતી સૂચન કર્યા છે. તેઓની અસ્વસ્થ તબિયત હોવા છતાં એમણે જે લાગણીથી આખું ય લખાણ જોઈ આપ્યું છે. તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. આ કારણે મારા લખાણને આત્મવિશ્વાસની એક મહેર મળી છે.
આદરણીય મુનિશ્રી “વાતસલ્યદીપ”જીએ આ પુસતકના સર્જનમાં આદિથી અંત સુધી ઉત્સાહભર્યો રસ દાખવ્યો છે. એ જ રીતે આ પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહગ આપવા માટે ખીમતના શ્રીસંધનો તેમજ જે કોઈ અન્ય ગુરુભકિત ભાવનાશીલ તરફથી સહકાર મળ્યો છે તેમને આભારી છું.
આજના જમાનામાં સૌથી મોટી તંગી દૃઢ ચારિત્રયની છે, ત્યારે બાળકોનાં જીવનને ઉમદા મૂલ્યો ને ઉચ્ચ આદર્શથી ઘડે તે આશય આ પુસ્તકની રચના પાછળ રાખ્યો છે. સંસ્કારસિંચનનું આ કાર્ય એટલે અંશે સફળ થશે, તેટલે અંશે આ પ્રયત્ન સાર્થક થયો ગણીશ.
-કુમારપાળ દેસાઈ
રાંદ્રનગર સોસાયટી અમદાવાદ-૩૮૦૦૦૭.
For Private And Personal Use Only