SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ણાયા વગર રહેશે નહિ કે મમત્વભાવ એજ દુઃખનું પરમ કારણ છે. “આ મારૂં અને હું એને સ્વામી ” આવે. ખોટો અધ્યાસ થયેલે હેવાથી તે વસ્તુ ન મળતાં અથવા તેને નાશ થતાં સહજ દુઃખ થાય છે. શ્રીમદ્ જશેવિજયજી પણ જ્ઞાનસારમાં આવાજ અર્થને કલેક લખી જણાવે છે કે “ હું અને મારું એ મહરાજાને મહામંત્ર: છે, અને તે અંગે આખા જગતને અંધ બનાવ્યું છે. જે તે શબ્દોની આગળ ન મુકવામાં આવે અને એમ કહેવામાં આવે કે “ આ હું નહિ અને એ મારૂં નહિ” તે તેને તેજ મંત્ર મહિને જીતવા સમર્થ થાય છે. અનેક ભવોથી આ મહારાજાના પ્રબળ મંત્રની એવી તે સજડ. છાપ માણસ માત્ર પર પડી ગયેલી છે કે ગુરૂની કૃપા વિના અથવા આત્મધ્યાન કરવાના પરમ પુરૂષાર્થ વિના તે છાપ-અસર દૂર કરવી એ કામ ઘણું વિકટ છે. સામાન્ય મનુ એમ જણાવે છે કે જે જગતની આ વસ્તુઓ ઉપરને મમત્વ ભાવ દૂર કરીએ તે પછી અમને સુખ શેમાં મળે ! આ વસ્તુઓ તે મારી નથી એવી ભાવના આવવાથી શે આનંદ પ્રાપ્ત થાય! જેણે ઉચ્ચ જીવનના સુખને લેશ માત્ર પણ આ સ્વાદ ન થયા હોય તેના મનમાં આવી શંકા પુરે એ સ્વાભાવિક છે. જે નિસ્પૃહી લેકે છે, અને જેઓ આત્મધ્યાન કરવા મથે છે, તેમને જે આનંદ થાય છે, તેની સાથે આ જગતને કઈ પણ આનંદ સરખાવી શકાય તેમ નથી. મધુર સ્વરનું રસીલું મૃગ પારધિને હાથે મરવાનું For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy