SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાસ આપી શકાય, પણ ખરૂં સ્વરૂપ તે તેના અનુભવી એજ જાણી શકે. માટે તે શબ્દાતીત અથવા નિરક્ષર કહે. વાય છે. આમા સ્વભાવે શુદ્ધ અને સ્વચ્છ છે, એ વિશેષ ની સાર્થકતા આપણે ગયા મલેકનું વિવેચન કરતાં વિચારી ગયા.માટે તે સંબંધમાં વિશેષ નહિ લખતાં એટલું જ જણાવીશું કે જગતમાંની કઈ પણ નિર્મળ વસ્તુ કરતાં પણ આમા અધિક નિર્મળ છે. સ્ફટિકમણિ સદશ તે નિર્મળ છે. સ્ફટિકમણિની નીચે જે રંગ મુકવામાં આવ્યો હોય તેવું તે પ્રકાશે છે, તે જ રીતે આત્મામાં જે જે સમયે જેવા જેવા ભાવ ઉદ્ભવે છે, તે તે પ્રમાણે આત્માની વૈચિયતા ભાસે છે, પણ ખરી રીતે તે તે ઉજવલ સ્વભાવને છે. આ લેકમાં એક વિશેષણ એવું આપવામાં આવ્યું છે કે તે જાતીત છે. તેને અર્થ એ થાય છે કે તે જડની પેલી પાર છે. જડ વસ્તુની અસર જ્યાં સુધી પહોંચે તે સ્થિતિની પણ પેલીવાર આત્મતત્વ રહેલું છે, જડવતુ આત્મા ઉપર પિતાની સત્તા ચલાવી શકે નહિ. છતાં અજ્ઞાનને લીધે આત્મા પિતાનું સ્વરૂપ ભુલી ગયે છે, અને જડવસ્તુને પિતાની માને છે. જ્યાં સુધી તે અજ્ઞાન છે, અને તે અજ્ઞાનને લીધે જ્યાં સુધી જડવતુમાં મારાપણાનો ભાવ છે, ત્યાં સુધી તે વ્યવહારથી જડાતીત કહેવાય નહિ, પણ જ્યારે આત્મા વિશેષ અનુભવ મેળવતા જાય છે, અને કર્મફળને વિખેરી નાખે છે, ત્યારે તેને ભાન થાય છે કે આ જડને તરંગો તેના આત્મારૂપી ખડકને અસર કરવા સમર્થ થશે નહિ. તે જ વખતે તે વસ્તુતઃ For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy