SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मोपयोगिनः सर्वं कुर्वन्ति व्यवहारतः । संलक्ष्य शुद्धमात्मानं वर्तन्ते स्वाधिकारतः ॥ ३७१ ॥ આત્મોપયોગવાળાઓ વ્યવહારથી બધું કરે છે અને શુદ્ધાત્માને સારી રીતે લક્ષમાં રાખીને પોતાના અધિકાર પ્રમાણે વર્તે છે. (૩૭૧) सर्वधर्मीयशास्त्राणां मतानां चाऽवलोकिनः । असंख्यनयसापेक्षसत्यार्थिनस्तु मुक्तये ॥३७२ ॥ બધા ધર્મોનાં શાસ્ત્રોનું અને મતોનું અવલોકન કરનારા એવા અસંખ્યનો વડે સાપેક્ષ સત્યના અર્થીઓ મોક્ષને માટે થાય છે અર્થાત મોક્ષને યોગ્ય બને છે. (૩૭૨) असंख्यनयसापेक्षसत्यज्ञानस्य सागराः । महावीरस्य देवस्यभक्ता जैना हि मुक्तिगाः ॥३७३ ॥ અસંખ્ય નય વડે સાપેક્ષ સત્યજ્ઞાનના સાગરો એવા મહાવીરદેવના ભક્ત જૈનો ખરેખર મુક્તિ પામનારા છે. (૩૭૩) शुद्धात्मैव स्वगच्छोऽस्ति सम्प्रदायो निजात्मनि । सर्वदर्शनरूपात्मा जानाति योऽस्ति साम्यवान् ॥ ३७४ ॥ શદ્ધાત્મા જ પોતાનો ગચ્છ છે અને સંપ્રદાય પણ પોતાના આત્મામાં જ છે – એમ જે સર્વદર્શનરુપ આત્મા જાણે છે, તે સામ્યભાવવાળો હોય છે. (૩૭૪) आत्मनः स्वांशरूपास्ता दृष्टयः सर्वधर्मिणाम् । अनुभूतो मया स्वात्मा नयैरेवमपेक्षया ॥ ३७५ ॥ સર્વધર્મીઓની તે દષ્ટિઓ આત્માના પોતાના અંશરુપ છે. આ રીતે નયોની અપેક્ષાએ મારા વડે પોતાનો આત્મા અનુભવાયો છે. (૩૭૫) ૭પ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy