SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मोपयोगसामर्थ्यादात्माऽनन्तबली भवेत् । अनेकलब्धिसम्पन्नो भवत्येव न संशयः ॥ १०६ ॥ આત્મોપયોગના સામર્થ્યથી આત્મા અનંત બળવાળો અર્થાત્ અનંત શક્તિમાન થાય છે. અને તે અનેક લબ્ધિઓથી યુક્ત થાય જ છે, એમાં કોઈ સંશય નથી. (૧૦૬) मन्त्रयन्त्रमहातन्त्रबलमाध्यात्मिकं महत् । आत्मन एव बोद्धव्यमत आत्मैव शक्तिमान् ॥ १०७ ॥ મન્ત્ર બળ, યન્ત્ર બળ અને મહા તન્ત્રનું બળ અને મહાન આધ્યાત્મિક બળ વસ્તુતઃ તો આત્માનું જ બળ જાણવું. તેથી આત્મા જ શક્તિમાન છે. (૧૦૭) स्थिरोपयोगतः स्थेयमात्मन्येवाऽऽत्मना स्वयम् । प्रतिक्षणं निजध्यानं कर्तव्यं स्थिरदीपवत् ॥ १०८ ॥ સ્થિર ઉપયોગ વડે સ્વયં આત્માથી આત્મામાં જ રહેવું જોઈએ અને પ્રતિક્ષણ સ્થિર દીપકની જેમ પોતાનું અર્થાત્ સ્વશુદ્ધાત્મતત્ત્વનું જ ધ્યાન કરવું જોઈએ. (૧૦૮) रागद्वेषनिरोधाख्यो योगो मोक्षप्रदायकः । मनोवाक्काययोगानां व्यापारो योग एव सः ॥ १०९ ॥ ‘રાગ દ્વેષ નિરોધ’ નામનો યોગ મોક્ષ આપનાર છે. તેમજ મન, વચન અને કાયાના યોગોનો વ્યાપાર અર્થાત્ ક્રિયા કે પ્રવૃત્તિ તે પણ યોગ જ છે. (૧૦૯) यमानां नियमानां वै योगत्वमासनस्य च । प्राणायामस्य योगत्वं ज्ञेयं निमित्तहेतुतः ॥ ११० ॥ ખરેખર યમોનું, નિયમોનું અને આસનનું યોગપણું તથા પ્રાણાયામનું યોગપણું નિમિત્તના હેતુથી જાણવું જોઈએ. (૧૧૦) ૨૨ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy