SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org कोटिकोटितपोयज्ञतीर्थयात्रादिकर्मतः । अनन्त उत्तमः श्रेष्ठः शुद्धोपयोग आत्मनः ॥ ७६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનો શુદ્ધોપયોગ કોટિ કોટિ તપ, યજ્ઞ, તીર્થયાત્રા આદિ કર્મ કરતાં અનંત ગણો ઉત્તમ અને શ્રેષ્ઠ છે. (૭૬) शुद्धोपयोगतो मुक्तिः सर्वदर्शनधर्मिणाम् । समत्वमुपयोगोऽस्ति ह्येकता लीनता तथा ॥ ७७ ॥ બધાં દર્શનવાળાધર્મીઓની મુક્તિ શુદ્ધોપયોગથી થાય છે. ખરેખર સમત્વ, એકતા તથા લીનતા એ જ શુદ્ધોપયોગ છે (૭૭) व्यक्ते साम्योपयोगे हि केवलज्ञानभास्करः । हृदि प्रादुर्भवत्येव लोकालोकप्रकाशकः ॥ ७८ ॥ જ્યારે સામ્યોપયોગ પ્રગટે છે, ત્યારે લોક અને અલોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાનરુપી સૂર્ય હૃદયમાં પ્રાદુર્ભાવ પામે જ છે. (૭૮) साम्योपयोगिनां मुक्तिः सर्वधर्मस्थदेहिनाम् । अनार्याणां तथाऽऽर्याणां नारीणां च नृणां भवेत् ॥७९॥ સમતામાં ઉપયોગવાળા સર્વધર્મોમાં રહેલા દેહધારી આર્યોની તથા અનાર્યોની, સ્ત્રીઓની અને પુરૂષોની મુક્તિ અવશ્ય થાય છે. (૭૯) शुद्धात्मन: स्मृतिं धृत्वा हृदि शुद्धात्मधारणम् । कुर्वन्नाऽऽत्मनि मग्नो यः स शुद्धात्मा भवेद्रयात् ॥ ८० ॥ જે શુદ્ધાત્માનું સ્મરણ કરીને હ્દયમાં શુદ્ધાત્માને ધારણ કરતો આત્મામાં મગ્ન થાય છે, તે શીઘ્ર શુદ્ધાત્મા બને છે. (૮૦) ૧૬ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy