SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आत्मोपयोगिनो रङ्कदशायां नैव दुःखिनः । लघुत्वं च प्रभुत्वं स्वं मन्यन्ते नैव कर्मतः ॥ ७३१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મોપયોગવાળાઓ ચંકદશામાં પણ દુઃખી થતા જ નથી, કારણકે તેઓ કર્મથી પોતાનું લઘુત્વ અને પ્રભુત્વ માનતા જ નથી. (૭૩૧) लोकरूढ्यनुदासैर्यच्छुभाशुभं च कल्पितम् । शुद्धोपयोगिनः सन्तस्तत्र स्वातन्त्र्यवर्तिनः ॥ ७३२ ॥ લોકઢિની પાછળ દાસ બનેલાઓએ જે શુભ અને અશુભ જોડી કાઢેલું છે, તેમાં શુદ્ધોપયોગવાળા સત્પુરુષો સ્વતંત્રતાથી વર્તનારા હોય છે. (૭૩૨) प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मादिहेतवे । यावच्चित्तस्य चाञ्चल्यं तावद्दुः खोदधिः स्वयम् ॥ ७३३ ॥ પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખ વગેરે માટે જ્યાં સુધી ચિત્તની ચંચલતા હોય છે, ત્યાં સુધી દુઃખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૩) प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मविनिर्गतम् । मनो यस्य सदा तस्य ब्रह्मशर्मोदधिः स्वयम् ॥ ७३४ ॥ જેનું મન પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખમાંથી સદા બહાર નીકળી ગયું છે, તેને બ્રહ્મસુખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૪) सद्गुरुकृपया तूर्णमुत्थित आत्मशुद्धये । आत्मोपयोगसामर्थ्यात् करिष्ये स्वात्मशुद्धताम् ॥७३५॥ સદ્ગુરુની કૃપાથી આત્મશુદ્ધિને માટે ઉત્થિત થયેલો હું આત્મોપયોગના સામર્થ્યથી પોતાના આત્માની શુદ્ધિ શીઘ્ર કરીશ. (૭૩૫) ૧૪૭ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy