SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सत्त्वरजस्तमोवृत्तिर्मोहप्रकृतिरेव सा । प्रकृतेर्भिन्नमात्मानं पुरुषमेव बोधत ॥ ६०१ ॥ સત્ત્વવૃત્તિ, રજવૃત્તિ અને તમોવૃત્તિએ મોહ પ્રકૃતિ જ છે. પ્રકૃતિથી ભિન્ન આત્માને જ પુરુષ જાણો (૬૦૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मनोऽसङ्ख्यनामानि तैरात्मानं विचारय । त्वत्तः प्रकाशते विश्वं स्वात्मानं विद्धि सत्प्रभुम् ॥ ६०२ ॥ આત્માના અસંખ્ય નામો છે, તેના વડે તું આત્માનો વિચાર કર. તારાથી વિશ્વ પ્રકાશે છે. તું પોતાના આત્માને સત્પ્રભુ જાણ. (૬૦૨) मां नय तमसो ज्योतिः परब्रह्मजिनेश्वर । आत्मा ब्रूते निजात्मानमलक्ष्यो नैव लक्ष्यते ।। ६०३ ॥ હે પરબ્રહ્મ જિનેશ્વર ! તું મને અંધકારમાંથી પરું જ્યોતિ તરફ લઈ જા – એમ આત્મા પોતાના આત્માને જ કહે છે. કારણકે અલક્ષ્ય એવો આત્મા જોઈ શકાતો જ નથી. (૬૦૩) आत्मोपयोगतो लक्ष्योऽलक्ष्य आत्मा निजात्मना । अनुभवी विजानाति स्ववेद्यो ऽहं चिदात्मना ॥ ६०४॥ આત્મોપયોગથી અલક્ષ્ય આત્મા પોતાના આત્મા વડે લક્ષ્ય બને છે અર્થાત્ જાણી શકાય છે. ચિદાત્મા વડે હું સ્વવેદ્ય અર્થાત્ પોતાના વડે જ જાણવા યોગ્ય છું, એમ અનુભવી વિશેષે કરીને જાણે છે. (૬૦૪) आनन्दज्ञानरूपोऽस्ति सर्वजीवास्तथाऽऽत्मनः । ज्ञाता आत्मोपयोगेन शुद्धनिश्चयबोधतः ॥ ६०५ ॥ બધા જીવો આનંદ અને જ્ઞાનરુપ છે તથા શુદ્ધ નિશ્ચય નયના બોધથી આત્મોપયોગ વડે આત્માના જ્ઞાતા છે. (૬૦૫) ૧૨૧ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy