SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनोनाशाद् भवेन्मृत्युर्मोहादिकर्मणां द्रुतम् । मोहक्षयेन मोक्षोऽस्ति मोक्षेऽनन्तं सुखं सदा ॥५५६ ॥ મનના નાશથી મોહ વગેરે કર્મોનું તરત મૃત્યુ થાય છે. મોહના ક્ષયથી મોક્ષ થાય છે. મોક્ષમાં સદા અનંત સુખ છે. (૫૫૬) पर्यायाणां गुणानाञ्च व्यक्तभावोऽस्ति सिद्धता । सन्तस्ते व्यक्तिरूपेण भवन्ति गुणपर्ययाः ॥५५७ ॥ પર્યાયોનો અને ગુણોનો વ્યક્તભાવ એ સિદ્ધપણું છે. તેમાં સત્તામાં રહેલા તે ગુણો અને પર્યાયો વ્યક્તિપે પ્રાદુર્ભાવ પામે છે (૫૫૭) व्यक्ती भवन्ति नाऽसन्तः सन्तो व्यक्ता भवन्ति ते । नाऽसतो जायते सत्त्वं सतोऽसत्त्वं न जायते ॥५५८ ॥ જે “અસત હોય છે, તે વ્યક્ત થતા નથી અને જે “સત હોય છે, તે વ્યક્ત થાય છે. કારણકે “અસત્ થી “સતપણું જન્મતું નથી અને સતુથી “અસત્પણું થતું નથી (૫૫૮) गुणा अनन्तपर्याया आत्मनि सन्ति सत्तया। सद्भ्यः सामर्थ्यपर्याया अनन्ता व्यक्तभावतः ॥ ५५९ = અનન્ત ગુણો અને અનંત પર્યાયો આત્મામાં સત્તાથી છે. વ્યક્તભાવથી અનંત સામર્થ્યપર્યાયો “સતમાંથી પ્રકટ થાય છે. (૫૫૯) आत्मा सामर्थ्यपर्यायव्यक्तीभावाद् भवेत्प्रभुः। सिद्धो बुद्धो जिनेशात्मास्वयम्भूर्भगवान् विभुः ॥५६०॥ સામર્થ્યપર્યાયના પ્રકટીપણાથી આત્મા પ્રભુ થાય છે. તે સિદ્ધ, બુદ્ધ, જિનેશઆત્મા, સ્વયંભૂ, ભગવાન અને વિભુ બને છે. (પ૬૦) ૧૧ ૨ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy