SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मनः सूर्य आत्माऽस्ति शुद्धब्रह्मप्रकाशवान्। आत्मनश्चन्द्र आत्माऽस्ति शमसंवेगसंयुतः ॥५४६ ॥ શુદ્ધબ્રહ્મના પ્રકાશવાળો આત્મા જ આત્માનો સૂર્ય છે અને શમ, સંવેગ વગેરે ગુણોથી સંયુક્ત આત્મા જ આત્માનો ચંદ્ર છે. (૫૪૬) कर्मकर्ता निजात्माऽस्ति कर्मभोक्ता तथाऽऽत्मराट् । कर्महर्ता निजात्माऽस्ति बद्धो मुक्तोऽस्त्यपेक्षया ॥५४७॥ કર્મોનો કર્તા પોતાનો આત્મા જ છે તથા કર્મોનો ભોક્તા આત્મરાજ છે. કર્મોનો હર્તા પોતાનો આત્મા જ છે એટલે અપેક્ષાએ જ આત્મા બદ્ધ અને મુક્ત છે. (૫૪૭) अनन्तशक्तिमान् ह्यात्मा निजात्मशक्तियोगतः । अनन्तशक्तिमत्कर्म पौद्गलिकक्रियाबलात् ॥५४८ ॥ પોતાની આત્મશક્તિના યોગથી સ્વ-આત્મગુણોને પ્રગટ કરનાર ખરેખર આત્મા જ અનંત શક્તિવાળો છે અને પૌલિક ક્રિયાના બલથી કર્મ પણ અનંત શક્તિવાળું છે. (૫૪૮). कुत्राऽपि बलवत्कर्म कुत्राऽप्यात्मा बली भवेत् । ज्ञानसाम्यबलोपेत आत्मा कर्मारिनाशकृत् ॥५४९ ॥ ક્યાંક કર્મ બલવાન થાય છે, તો ક્યાંક આત્મા બલવાન થાય છે. જ્ઞાન અને સામ્યના બલથી યુક્ત આત્મા જ કર્મરુપી શત્રુઓનો નાશ કરનાર થાય છે. (૫૪૯) अनादिकालसंयोग आत्मनः कर्मणो द्वयोः । आत्मा निजात्मभावेन कर्महन्ता स्वयं भवेत् ॥५५० ॥ આત્મા અને કર્મ એ બન્નેનો અનાદિકાલનો સંયોગ છે. આત્મા પોતાના આત્મભાવથી સ્વયં કર્મોને હણનાર થાય છે. (૫૫૦) ૧૧૦ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy