SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शुद्धोपयोगमन्त्रेण मोहाहेर्विषमुत्तरेत् । ब्रह्मविद् भवति ब्रह्म निर्भयो ब्रह्मविज्जनः ॥ ५११ ॥ શુદ્ધોપયોગરુપ મંત્રથી મોહરૂપી સર્પનું વિષ ઉતરે છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મ બને છે. તેથી બ્રહ્મને જાણનાર મનુષ્ય નિર્ભય છે. (૫૧૧) अग्निरूपा भवेन्नूनमग्नियोगेन वर्तिका । शुद्धात्मभावनालीनः शुद्धात्मा जायते तथा ॥ ५१२ ॥ જેમ અગ્નિના યોગથી વર્તિકા અર્થાત્ દિવેટ અગ્નિના રુપવાળી થાય છે, તેમ શુદ્ધાત્મભાવનામાં લીન આત્મા શુદ્ધાત્મા બને છે. (૫૧૨) यथाऽऽत्मकथनं तद्वद् वर्तनं शक्तितो भवेत् । तदा निजात्मनः शुद्धिस्तथा मुक्तिश्च जायते ॥ ५१३ ॥ જેવું પોતાનું કથન હોય, તેવું જ્યારે શક્તિથી વર્તન થાય, ત્યારે પોતાના આત્માની શુદ્ધિ થાય છે અને તેવી જ રીતે મુક્તિ થાય છે. (૫૧૩) पालनं च प्रतिज्ञायाः पूर्णशुद्धात्मसंस्मृतिः । चतुर्विधमहासङ्घसङ्गसेवाप्रवर्तनम् ॥ ५१४ ॥ પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ અને પૂર્ણ શુદ્ધાત્માનું સંસ્મરણ કરવું જોઈએ તથા ચતુર્વિધ મહાસંઘનો સંગ કરવો જોઈએ અને તેની સેવામાં પ્રવર્તન કરવું જોઈએ. (૫૧૪) निरुपाधिदशाप्राप्तेर्हेतूनामवलम्बनम् । बाह्यसङ्गेषु निःसङ्गवर्तनमान्तरं कुरु ॥ ५१५ ॥ તું નિરુપાધિદશાની પ્રાપ્તિના હેતુઓનું અવલંબન ક૨ અને બાહ્ય સંગોમાં નિઃસંગ એવું આંતરિક વર્તન કર. (૫૧૫) ૧૦૩ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy