SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મોઃ । सम्यक्त्वदर्शनं प्राप्य मा प्रमादं कुरुष्व आत्मन् शुद्धस्वरूपं ते चिन्तयस्व स्थिरो भव ॥ ४९१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir હે આત્મન્ ! સમ્યક્ત્વદર્શનને પ્રાપ્ત કરીને તું પ્રમાદ કર મા. તું તારા શુદ્ધસ્વરુપનું ચિંતન કર અને શુદ્ધસ્વરૂપમાં સ્થિર થા. (૪૯૧) सत्यासत्यं च विज्ञाय मा मुह्य मोहकर्मणि । असत्ये वर्तमानोऽपि तत्र सत्यं न वेदय ॥ ४९२ ॥ સત્ય અને અસત્યને જાણીને તું મોહકર્મમાં આસક્ત થા મા. અસત્યનું આચરણ કરતો હોવા છતાં પણ તું તેમાં સત્ય જાણ નહીં. (૪૯૨) सम्यग्दृष्ट्या प्रविज्ञाय स्वात्मधर्मे रतिं कुरु । प्रारब्धकर्मभोगेषु रतिं मा कुरु चेतन ! ॥ ४९३ ॥ હે ચેતન ! સમ્યગ્દષ્ટિથી સ્વ આત્મધર્મને જાણીને તું પોતાના આત્મધર્મમાં રતિ કર અને પ્રારબ્ધકર્મોના ભોગોમાં રતિ ક૨ મા. (૪૯૩) वैषयिकरतिं त्यक्त्वा शुद्धात्मनि रतिं कुरु । पवित्रात्मा भव स्पष्टं परब्रह्ममयो भव ॥ ४९४ ॥ વૈયિક રતિને તજીને તું શુદ્ધાત્મામાં રતિ કર. તું સ્પષ્ટ રીતે પવિત્રાત્મા થા અને પરબ્રહ્મમય બન. (૪૯૪) सम्मील्य सागरे बिन्दुर्यथाऽब्धिरूपतां भजेत् । तथा परात्मतां प्राप्य स्वात्मा सिद्धो भवेत्स्वयम् ॥ ४९५ ॥ જેવી રીતે બિન્દુ સિન્ધુમાં સારી રીતે મળીને સિન્ધુપણાને પામે છે, તેવી રીતે પોતાનો આત્મા પરમાત્મપણાને પામીને સ્વયં સિદ્ધ થાય છે. (૪૯૫) 2) For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy