________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપની વ્યાખ્યાને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે. પશ્ચાતું કર્મ અને આત્માને સંવાદ પત્ર ૮૪ થી શરૂ થયું છે. પશ્ચાત આઠપક્ષથી સિદ્ધ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. પશ્ચાત ચાર નિક્ષેપાનું સ્વરૂપ વર્ણન કર્યું છે. તેમાં મૂતિપૂજાની માન્યતા સયુક્તિ થી સિદ્ધ કરી છે. પશ્ચાત્ શુદ્ધ ચેતના અને આત્માને સંવાદ છે. પશ્ચાત્ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાની સ્થિતિ દર્શાવી છે. જ્ઞાનિની મહત્તા સંબંધી સં. ચમ બત્રીશીની સાક્ષી આપી છે. ચંદાવિજય પનાને પુરાવે આપે છે. પશ્ચાત્ પત્ર ૧૪૬ માંથી દશ પ્રકારનું મિથ્યાત્વ સ્વરૂપ છે તેનું વર્ણન કર્યું છે. મિથ્યાત્વનું વર્ણન કરતાં સાત નિન્હવનું વર્ણન લેશતઃ કર્યું છે. સમ્યગદષ્ટિ જીવ મિથ્યાશાને પણ સમ્યકત્વરૂપે પરિણુમાવે છે તે સંબંધીની ૧૭૨ પાને શ્રી નંદિસૂત્રની સાક્ષી સૂત્રપાઠપૂર્વક આપી છે. પશ્ચાત્ સ્યાદ્વાદનું રહસ્ય કહ્યું છે. પશ્ચાત ૧૮૭ થી મુક્તિરૂપ પ્રાસાદ આરોહણ માટે પન્નર પગથીયાં બતાવ્યાં છે. તે વિશેષતઃ મનન કરવા ગ્ય છે. પશ્ચાત આત્માની ઉપાદેયતા વિશેષતઃ સમજાવી તેમની તરફથી ગ્રંથ પૂર્ણ કર્યો છે.
આ ગ્રંથ છપાવવા માટે માણસાવાળા શા. વીરચંદભાઈ કૃણાજીની ઈચ્છા થઈ અને તેમણે અંબાસણવાળા પુનાના રહીશ શેઠ ગગલભાઈ હાથીભાઈ ઉપર પત્ર લખ્યો તેમણે ગ્રંથ છપાવવાની ઈચ્છા જણાવી અને કહ્યું ત્યારે ગ્રંથ મુદ્રાંતિ થશે.
શેઠ ગગલભાઈ હાથીભાઈ ગુર્જર (ગુજરાત) દેશમાં
For Private And Personal Use Only